મેષ (Aries): પરિવારના સહયોગથી મૂંઝવણો દૂર થશે. વેપારમાં ઓનલાઈન અને મીડિયા ક્ષેત્રે લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સ્નાયુઓમાં દુખાવા કે ઊંઘની સમસ્યા પ્રત્યે ધ્યાન રાખવું.
વૃષભ (Taurus): અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ટીમ વર્કથી વ્યાવસાયિક મુશ્કેલીઓ દૂર થશે. પરિવાર સાથે સંબંધો મધુર રહેશે.
મિથુન (Gemini): તમારું સંતુલિત વર્તન શ્રેષ્ઠ પરિણામ લાવશે. વાહન કે મિલકત ખરીદવા માટે સમય અનુકૂળ છે. ઓનલાઈન ખરીદીમાં ખર્ચ વધી શકે છે.
કર્ક (Cancer): દિનચર્યામાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધશે. પરિવાર સાથે સારો સમય વિતાવો, પરંતુ વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
સિંહ (Leo): વ્યક્તિગત આયોજનો પર કામ કરવા માટે સારો સમય છે. સંતાનો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. નોકરી-ધંધામાં સહકર્મીઓનો સહયોગ મળશે.
કન્યા (Virgo): મનની દ્વિધા દૂર થશે અને અટકેલા કામ પૂરા થવાથી ઉત્સાહ રહેશે. ધંધામાં પ્રભાવશાળી વ્યક્તિનો સંપર્ક ફાયદાકારક સાબિત થશે.
તુલા (Libra): આજનો સમય નવી સિદ્ધિઓ અને સકારાત્મક ઊર્જા લઈને આવશે. ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. વડીલોની સલાહ માનવી ફાયદાકારક રહેશે.
વૃશ્ચિક (Scorpio): ઘરમાં જરૂરી ચીજવસ્તુઓની ખરીદી પાછળ સમય જશે. ધંધાકીય અટકેલા પ્રશ્નો ઉકેલાશે. બ્લડ પ્રેશર કે શારીરિક દુખાવા બાબતે કાળજી રાખવી.
ધન (Sagittarius): સરકારી કે અટકેલા કામ પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને ખર્ચ પર કાબૂ રાખો. વેપારમાં ભાગીદારીથી લાભ થશે.
મકર (Capricorn): આત્મવિશ્વાસમાં વધારો થશે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. બાળકો સાથે સારો સમય પસાર થશે. લેણ-દેણ કે રોકાણમાં સાવધાની રાખવી જરૂરી છે.
કુંભ (Aquarius): ઘરની સજાવટ અને જાળવણી પાછળ સમય વિતશે. તમારા આત્મવિશ્વાસથી અઘરા કાર્યો પાર પડશે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દીઓએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
મીન (Pisces): કુટુંબની જવાબદારીઓ સાથે અંગત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. પ્રોપર્ટી સંબંધિત નિર્ણયોમાં સફળતા મળશે. વેપારના વિવાદિત મામલા ઉકેલવા માટે સારો સમય છે.
Trending
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
- Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
- Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
- Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
- વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
- Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

