મુખ્યમંત્રી પંજાબના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પેરિસ ગયા હતા : તેમને એરપોર્ટ પર રોકી લેવામાં આવતા રોષ
New Delhi, તા.૨૧
Punjab CM Bhagwant Mann પેરિસથી પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે તેમને દિલ્હી એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હોવાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો છે. છછઁના મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નૂએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પેરિસ ગયા હતા. જોકે, ત્યાંથી પરત ફર્યા બાદ તેમને એરપોર્ટ પર રોકી લેવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતાં બલતેજ પન્નૂએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન પંજાબીઓનું અપમાન કરવાની એક પણ તક છોડતા નથી. દિલ્હી એરપોર્ટ પર મુખ્યમંત્રી ભગવંત માનને રાત્રે ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એ હતું કે, વડાપ્રધાનની મનાઈ હોવા છતાં તેઓ કોર્ટના આદેશથી પેરિસ કેમ ગયા? એટલું જ નહીં, તેમના પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.”
પંજાબ છછઁના જનરલ સેક્રેટરી અને મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નૂએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, “સૌપ્રથમ Punjab CM Bhagwant Mannની વિદેશ યાત્રામાં અવરોધો ઊભા કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓ પંજાબ પરત ફર્યા ત્યારે પણ કોઈ નક્કર કારણ વગર તેમને હેરાન કરવામાં આવ્યા. એટલું જ નહીં, ભારતીય દૂતાવાસના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે મુખ્યમંત્રી માનને તેમના પદને અનુરૂપ સન્માન અને પ્રોટોકોલ આપવામાં ન આવે.”
તેમણે વધુમાં કહ્યું કે, “મુખ્યમંત્રી ભગવંત માન પરત ફર્યા ત્યારે તેમને ત્રણ કલાક સુધી હેરાન કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમના પર ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ કાર્યવાહી પાછળ ’દબાણ’નું કારણ દર્શાવીને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ બધું માત્ર એટલા માટે કરવામાં આવ્યું કે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે.”
બલતેજ પન્નૂએ કેન્દ્ર સરકાર પર વધુ આક્ષેપ કરતાં કહ્યું કે, “સરહદ પર ખેડૂતોને દોઢ વર્ષ સુધી બેસાડી રાખવામાં આવ્યા. પંજાબના અનેક ફંડ પણ રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રીને એક વખત નહીં, પરંતુ ચાર-ચાર વખત વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી નહોતી.” તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર ઇચ્છતી નથી કે પંજાબના મુખ્યમંત્રી રાજ્યના હિત માટે વિદેશમાંથી ભંડોળ મેળવી શકે. છછઁના નેતા બલતેજ પન્નૂએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભગવંત માન હાઈકોર્ટના નિર્દેશ બાદ વિદેશ ગયા હતા. હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, પ્રોટોકોલ મુજબ તેઓ વિદેશ જઈ શકે છે. તેમ છતાં પેરિસમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ મુખ્યમંત્રી માનને મળવા પણ આવ્યા નહોતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશ્વના બીજા સૌથી મોટા ફૂડ ફેસ્ટિવલમાં પંજાબના ઉત્પાદનોને રજૂ કરવા માટે પેરિસ ગયા હતા. આ મુલાકાતનો મુખ્ય હેતુ પંજાબના રાજમા અને છોલે સહિતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ અપાવવાનો હતો. આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટનાને લઈને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી ભગવંત માન સાથે કરવામાં આવેલા કથિત વર્તનને પંજાબીઓનું અપમાન ગણાવ્યું છે.

