હોટેલોમાં કોલસાના ઉપયોગ અને ડીઝલ જનરેટર (ઈમરજન્સી સિવાય) પર પ્રતિબંધ મુકાયો
New Delhi તા.૨૧
દિવાળીના તહેવાર પહેલા જ દેશની રાજધાની New Delhiમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ કેટેગરીમાં પહોંચી જતાં વહીવટીતંત્ર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે ય્ઇછઁ-૧ના નિયંત્રણો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (છઊૈં) ૨૦૧થી ૩૦૦ની વચ્ચે પહોંચે ત્યારે આ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે. બુધવારે સવારે ૯ વાગ્યે દિલ્હીનો છઊૈં ૨૩૩ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણ ધૂંધળું બનવાની સાથે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીઝલ જનરેટર ચલાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ તેના ઉપયોગની છૂટ મળશે.
ધૂળની માત્રા ઘટાડવા માટે રસ્તાઓની નિયમિત સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર ધૂળ ન ઊડે તે માટે ખાસ મોનિટરિંગ વધારી દેવાયું છે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ ઋતુના સરેરાશ તાપમાન કરતાં ઓછું છે. સફદરજંગમાં લઘુત્તમ પારો ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો, જ્યારે પાલમ વિસ્તારમાં તાપમાન ૧૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૧.૧ ડિગ્રી ઓછું છે. લોધી રોડ પર ૧૭.૭ ડિગ્રી, રિજ વિસ્તારમાં ૧૯.૧ ડિગ્રી અને આયાનગરમાં ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઝ્રઁઝ્રમ્) ના માપદંડ મુજબ, ૦ થી ૫૦ વચ્ચેનો છઊૈં સારો ગણવામાં આવે છે. ૫૧ થી ૧૦૦ વચ્ચે હોય તો સંતોષકારક, ૧૦૧ થી ૨૦૦ સુધી મધ્યમ અને ૨૦૧ થી ૩૦૦ વચ્ચેનો સ્કોર ખરાબ શ્રેણીમાં મુકાય છે. જો ઈન્ડેક્સ ૩૦૧ થી ૪૦૦ પર પહોંચે તો ખૂબ ખરાબ અને ૪૦૧ થી ૫૦૦ વચ્ચે પહોંચે ત્યારે સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. હાલ દિલ્હીમાં આંકડો ૨૩૩ પર પહોંચી ગયો હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.

