Mumbaiતા.27
ટીવી-ફિલ્મોનાં મશહુર કોમેડીયન-ચરિત્ર અભિનેતા સતીષ શાહનું શનિવારે નિધન થયુ હતું. સતીષ શાહ કિડનીની ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હતા. તેમની કીડની કેટલાંક દિવસો પહેલા જ ટ્રાન્સપ્લાંટ થઈ હતી. 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રવિવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર થયા હતા.
સતીષ શાહે તેની લાંબી કારકીર્દી દરમ્યાન અનેક ફિલ્મો-ટીવી સિરીયલો શોમાં પોતાની ટેલેન્ટનો પરિચય આપ્યો હતો. તેમણે પોતાના અભિનય, બેજોડ ટાઈમીંગ અને કોમેડીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે દર્શકોને હસાવનાર સતીષ શાહના જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હતી જેણે આઘાત આપ્યા હતા.
આવી જ એક ઘટના સતીષ શાહે શેર કરી કહ્યું હતું કે લોકો આપની સાથે મજાકીયા વહેવારની આશા રાખતા હોય છે ત્યારે પણ જયારે આપ ગંભીર મૂડમાં હોવ છો. મારી પત્નિ ગંભીર બિમાર હતી અને ઓપરેશન ટેબલ પર હતી હું બહુ જ ટેન્શનમાં હતો.
મારા લગ્નને માત્ર ત્રણ મહિના જ થયા હતા હું બહાર બેઠો હતો ત્યારે એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું કે તમે ખૂબ જ ઉદાસ લાગો છો. આ તમને શોભા નથી આપતું તમે મને એક જોકસ કેમ નથી સંભળાવતા સતીષ શાહ કહે છે મને આ માણસને એક જોરદાર ઝાપટ મારવાની ઈચ્છા થઈ હતી.
`જાને ભી દો યારો’થી સિતારો ચમકયો સતીષ શાહ અને મધુના લગ્ન 1972 માં થયા હતા.1970 ની આસપાસ કેરીયરની શરૂઆત કરનાર સતીષ શાહનો સિતારો છે. 1983 માં આવેલ ઓફબીટ કોમેડી ફીલ્મ `જાને ભી દો યારો’થી સીતારો ચમકયો હતો.સતીષ શાહ કહેતા આ ફિલ્મમાં મેં ડેડ બોડીની ભુમિકા ભજવી છે. લગભગ 10 વર્ષ સંઘર્ષ બાદ સતીષ શાહ દુરદર્શનની `યહ જો હૈ જીંદગી’સિરીયલમાં વિવિધ રંગી કોમેડી ભૂમિકા ભજવીને ઘેર ઘેર જાણીતા થયા.
તેમણે `જુડવા’, `સવીન ચલે સસુરાલ’, `ઘરવાલી બહારવાલી’ જેવી અનેક ફિલ્મોમાં લોકોને હસાવ્યા છે. છેલ્લે તેઓ હમકલ ફિલ્મમાં દેખાયા હતા. ટીવી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ ફીલ્મી ચકકરમાં તેઓ લોકપ્રિય થયા હતા.
સતીષ શાહ ગુજરાતી હતા અને માંડવીમાં તેમનો જન્મ થયો હતો. ઝેવીયર્સ કોલેજમાં ગ્રેજયુએશન બાદ ભારતીય ફિલ્મ એન્ડ ટેલીવીઝન સંસ્થાનમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.
જાને ભી દો યારો માટે 50-100 રૂપિયાનો ચેક મળેલો
સતીષ શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જાને ભી દો યારો 8 લાખના બજેટમાં બની હતી અને તેને મહેનતાણા રૂપે 50 અને 100 રૂપિયાના ચેક મળ્યા હતા.
તેના વિના આગળની સફર ખૂબ ભારે લાગશેઃ રાકેશ બેદી
તે મને બેદુ કહીને બોલાવતા હતા અને હું તેને સત્યા અમારી વચ્ચે મિત્રતાનું એક એવુ અતૂટ બંધન રચાયુ હતું કે અમે એક સાથે જીવન વિતાવ્યુ મારા માટે મારા પ્યારા દોસ્ત વિના આગળની સફર ખુબ જ ભારે લાગવાની છે.
અમે સાથે ધમાચકડી મચાવતા હતાઃસ્વરૂપ સંપટ
`યહ જો હૈ જીંદગી’સિરીયલમાં સતીષ સાથે કામ કરનારી ગુજરાતી અભિનેત્રી સ્વરૂપ સંપટે જણાવ્યું હતું કે આ સિરીયલ પહેલા મેં તેમની સાથે એક ફિલ્મ કરી હતી. ત્યારતી હું અને તેની પત્નિ ગાઢ મિત્રો બની ગયા હતા. અમે સાથે ખાતા-પિતા હતા અને ખુબ જ ધમાચકડી મચાવતા હતા.

