Albania,તા.27
અલ્બેનિયન વડાપ્રધાને વિશ્વના પ્રથમ AI મંત્રી ડીએલાને તેમના મંત્રીમંડળમાં નિયુક્ત કરીને ઇતિહાસ રચ્યો છે. હવે, વધુ આઘાતજનક સમાચાર શેર થયા છે. આ AI મંત્રી અંગે, અલ્બેનિયન વડાપ્રધાને જાહેરાત કરી છે કે ડીએલા હવે ગર્ભવતી છે અને નજીકના ભવિષ્યમાં 83 બાળકોને જન્મ આપશે. ડીએલાની મંત્રીમંડળમાં નિયુક્તિએ તેણીને વૈશ્વિક ચર્ચાનો વિષય બનાવ્યું છે. હવે, તેણીની ગર્ભાવસ્થાના સમાચાર આવતા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડીએલા 83 બાળકોને જન્મ આપશે. અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ પણ આ સમાચારની પુષ્ટિ આપી છે કે તે ટૂંક સમયમાં માતા બનશે. હવે, આ સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. અઈં દ્વારા બનાવેલ મંત્રી કેવી રીતે ગર્ભવતી બની શકે? તે પણ એકસાથે 83 બાળકોને જન્મ આપ્યા પછી?
એક AI ગર્ભવતી કેવી રીતે બની શકે? અને તે એકસાથે 83 બાળકોને કેવી રીતે જન્મ આપી શકે? જ્યારે આ સમાચાર પાછળનું સત્ય તપાસવામાં આવ્યું, ત્યારે મામલો કંઈક અલગ જ બહાર આવ્યો. હકીકતમાં, અલ્બેનિયન સરકાર તેના દરેક સાંસદ માટે AI સહાયકો બનાવવાનું વિચારી રહી છે.
વડાપ્રધાને આ 83 AI સહાયકોને 83 બાળકો ગણાવ્યા છે. તે મુખ્ય AI નાં બાળકો હોવાનું જણાવીને જાહેરાત કરી છે. બર્લિનમાં એક સંવાદ દરમિયાન એક ફની કોમેન્ટ કરતા જણાવ્યું કે, “અમે ડિએલા સાથે મોટું જોખમ લીધું અને સફળ થયા. ડિએલા ગર્ભવતી છે અને ટુંક જ સમયમાં 83 બાળકોને જન્મ આપશે.”
પીએમ એડી રામાએ જણાવ્યું હતું કે, “આ ભાવિ ડાયના બાળકો અથવા સહાયકો, અલ્બેનિયન સંસદમાં બનેલી દરેક વસ્તુ રેકોર્ડ કરશે અને ચૂકી ગયેલી ઘટનાઓ અને સાંસદો વચ્ચેની વાતચીત વિશે માહિતી શેર કરશે.
દરેક ડાયના બાળક તેમના સંબંધિત સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. તેઓ તેમની સુવિધા મુજબ તેમના સાંસદોને સલાહ પણ આપશે. સૌથી અગત્યનું, આ સહાયકો પાસે તેમની માતા ડાયના વિશે પણ સંપૂર્ણ માહિતી હશે.”
અલ્બેનિયન વડાપ્રધાનના જણાવ્યા મુજબ, આ નવી સિસ્ટમ તેમની સંસદમાં ખૂબ જ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેઓ 2026 સુધીમાં તેમની સંસદમાં આ સમગ્ર સિસ્ટમ લાગુ કરવાની યોજના ધરાવે છે.
પીએમ એડી રામાએ એક ઉદાહરણ આપ્યું કે, જો કોઈ સાંસદ સંસદીય સત્ર દરમિયાન ચા પીવા જાય છે અને પાછા ફરવામાં મોડું થાય છે અથવા કોઈ કામમાં અટવાઈ જાય છે, તો આ બાળકો તેને યાદ કરાવશે અને તેને તેના કામ પર પાછા ફરવામાં મદદ કરશે.
આ ઉપરાંત AI બાળકો વિપક્ષી નેતાઓ સામે વળતા હુમલાના મુદ્દા પણ પૂરા પાડશે. સાંસદ બહાર રહ્યા તે દરમિયાન શું ચર્ચા થઇ તે રેકોર્ડ કરીને સાંસદને માહિતી પણ આપશે.”

