New Delhi, તા.27
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે માત્ર વન-ડે ફોર્મેટ રમતા રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે એક મહિનાના બ્રેક બાદ ઘરઆંગણે મેદાન પર રમતા જોવા મળશે. ઑસ્ટ્રેલિયાની ટૂર બાદ હવે ઘરઆંગણાની સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ ઓલમોસ્ટ 35 દિવસ બાદ શરૂ થશે.
આ સિરીઝ સમાપ્ત થયા બાદ ભારતની આગામી વન-ડે સિરીઝ જાન્યુઆરી 2026માં ન્યુ ઝીલેન્ડ સામે છે. આ બન્ને સિરીઝ વચ્ચે પણ 35 દિવસનો બે્રક છે. ઑસ્ટ્રેલિયાની ટૂરની શરૂઆતમાં લાંબા બ્રેક બાદ રમી રહ્યા હોવાથી બન્ને સ્ટાર ક્રિકેટરને લય જાળવી રાખવામાં મુશ્કેલી થઈ હતી.
ઘરઆંગણાની આગામી બે વન-ડે સિરીઝમાં 35-35 દિવસના બ્રેકને કારણે બન્ને સામે પોતાનું ફોર્મ જાળવી રાખવાનો પડકાર રહેશે. ભારતના વન-ડે કેપ્ટન શુભમન ગિલે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ સમાપ્ત થાય પછી તે બન્ને કેવી રીતે પોતાનો લય જાળવશે એ અંગે ચર્ચા કરીને નિર્ણય લઈશું.
આનો અર્થ એ થયો કે રોહિત અને કોહલી ફોર્મ જાળવી રાખવા સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સિરીઝ વચ્ચે અનુક્રમે મુંબઈ અને દિલ્હી માટે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ-સ્ટેજની 7 મેચમાં રમી શકે છે.

