Indore, તા 27
શું ભારતીય મહિલા ક્રિકેટની નવા ચોકર્સ બની રહ્યા છે, જો આપણે રવિવારે ICC મહિલા ODI વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચ પર નજર કરીએ તો કંઈક આવું જ લાગે છે, જ્યાં ભારતીય ટીમ જીતની નજીક હોવા છતાં વિજય ચૂકી ગઈ. આ પહેલા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે જીતેલી મેચો હારી ગઈ હતી.
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ, ભારતીય ટીમ માટે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ભારતીય ટીમને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી છે અને બે જીતી છે અને ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે.
આગામી પડકારઃ હવે ન્યુઝીલેન્ડ સામેની મેચ છેલ્લી તક
ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ ત્રણેય સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા નવ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. બીજા સ્થાને રહેલ ઇંગ્લેન્ડના પણ નવ પોઈન્ટ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાના આઠ પોઈન્ટ છે. ભારત સ્ટેન્ડિંગમાં પાંચમા ક્રમે છે, જ્યારે ન્યુઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે. બંને ટીમોના પાંચ મેચમાં ચાર પોઈન્ટ છે.
આ ત્રણેય ટીમો સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ
આ વર્લ્ડ કપમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી ત્રણ ટીમો – બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન – સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. જોકે, આ ટીમો ચોક્કસપણે ભારત અને ન્યુઝીલેન્ડ માટે રમત બગાડી શકે છે.
સેમિફાઇનલનું ગણિતઃ 23 ઓક્ટોબરે કરો યા મરો મેચ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ઓક્ટોબરના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે કરો યા મરો મેચ રમાશે. વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. બંને ટીમો પાસે હવે બે-બે મેચ બાકી છે. ન્યુઝીલેન્ડ ઉપરાંત, ભારતીય ટીમ 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે પણ રમશે. બાંગ્લાદેશ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે, અને ભારતીય ટીમે તેમની સામે પણ મજબૂત રમત રમવાની જરૂર પડશે.
ભારત પછી, ન્યુઝીલેન્ડ 26 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે રમશે. ભારતને હરાવ્યા પછી, તેમને ઇંગ્લેન્ડ સામે પણ જીતવાની જરૂર પડશે. આ પડકાર સરળ નથી, કારણ કે ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાં અજેય છે.
બધાની નજર ટોપ ઓર્ડર પર
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં પર્થે ના મેદાનમાં ઉછાળા વાળી પીચ પર ટીમ ઈન્ડિયાના ટોચના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા. ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરવા માટે, ભારતે એડિલેડ ઓવલ ખાતે કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. પ્રથમ વનડેમાં, ભારતના ટોચના ત્રણ ખેલાડીઓ ફક્ત 18 રનનું યોગદાન આપી શક્યા. કેપ્ટન શુભમન ગિલે 10 અને રોહિત શર્માએ 8 રન બનાવ્યા.
જ્યારે વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. એડિલેડ ઓવલની પીચ પર્થની પીચ કરતાં બેટિંગ માટે વધુ સારી માનવામાં આવે છે. ટીમના સ્ટાર ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ મેચમાં સાબિત કરવું પડશે કે તેઓ હજુ પણ મોટા મેચના ખેલાડીઓ છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં તેમનું પ્રદર્શન નક્કી કરશે કે તેઓ 2027 વર્લ્ડ કપ માટે દાવેદાર રહેશે કે નહીં. તેથી, ક્રિકેટ ચાહકોની સાથે, પસંદગીકારો પણ ટોચના ક્રમ પર નજર રાખશે. આશા છે કે ભારતીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરોને તેમના પર પ્રભુત નહીં આપે અને મજબૂત ઇનિંગ્સ રમશે.

