૧૦ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૧ઃ
Wankaner તાલુકાના ખીજડીયા ગામમાં શેરીમાં નીકળવું નહિ કહીને ફડાકા મારી દેતા ઝઘડો થયો હતો અને કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું જે બનાવનો રોષ રાખી ૧૦ ઇસમોએ દુકાન અને ગોદામમાં જઈને માથાકૂટ કરી લોખંડ પાઈપ અને લાકડી વડે માર મારી સાત જેટલા લોકોને ઈજા કરી હતી જેમાં બે વ્યક્તિને માથામાં ગંભીર મરણતોલ ઈજા કરી વાહનમાં તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
Wankaner તાલુકાના ખીજડીયા ગામના રહેવાસી સાગર મોમભાઈ ડાભી (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ ગોપાલ લખમણભાઈ સરૈયા, નારણ લખમણભાઈ સરૈયા, કેયુર લીલાભાઈ સરૈયા, મહિપાલ નારણભાઈ સરૈયા, મહેશ નારણભાઈ સરૈયા, રણછોડ લીલાભાઈ સરૈયા, ભૂપત લખમણભાઈ સરૈયા, પારસ લખમણભાઈ સરૈયા, લીલાભાઈ નવઘણભાઈ સરૈયા અને છેલાભાઈ રતાભાઈ સરૈયા રહે બધા ખીજડીયા તા. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા વિપુલભાઈ બે દિવસ પહેલા આરોપીઓની શેરીમાંથી નીકળતા આરોપી ગોપાલે શેરીમાંથી નહિ નીકળવાનું કહીને ફડાકા મારી દેતા ફરિયાદી પક્ષને આરોપીઓ સાથે બોલાચાલી થયો હતો અને આરોપીઓએ ફરિયાદી સાગરની વેન્યુ કાર જીજે ૩૬ એએલ ૦૦૪૪ વાળીમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું
જે બનાવનો રોષ રાખી આરોપીઓ ગેરકાયદે મંડળી રચી લોખંડ પાઈપ, ધારિયું અને લાકડી ધોકા સાથે ફરિયાદીની મોમાઈ ટ્રેડીંગ નામની દુકાન અને ગોદામ ખાતે આવી ફરિયાદી સાગર, પિતા મોમ્ભાઈ તેમજ જવનીક હાજર હતા ત્યારે આવી તમે બહુ પાણી વાળા છો બહાર નીકળો કહીને ગાળો આપવા લાગ્યા હતા અને ફરિયાદીને માથામાં લોખંડ પાઈપ મારી તેમજ જવનીકને માથામાં ધારિયા અને મોમભાઈને મારી નાખવાના ઈરાદે લોખંડ પાઈપ અને લાકડીથી આડેધડ માર મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી તેમજ મોમભાઈ પોલાભાઈ ગરીયા, ભરતભાઈ મૈયાભાઈ ગરીયા અને કૈણભાઈ ભીખાભાઈ ડાભી, કુંવરભાઈ નવઘણભાઈ ફાંગલીયા, ચંદુભાઈ મેપાભાઈ ફાંગલીયા છોડાવવા પડતા તેને લાકડીઓ અને પાઈપ વડે માર મારી ચંદુભાઈને માથામાં અને હાથમાં ફ્રેકચર ઈજા કરી હતી તેમજ મોમભાઈ અને જવનીકને માથામાં ગંભીર મરણતોલ ઈજાઓ કરી બોલેરો પીકઅપ જીજે ૦૩ વાય ૭૩૬૦ માં તોડફોડ કરી નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

