Rajkot તા.૨૧ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના Surendranagar યાર્ડમાં બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૧૩૩૦ કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી.
આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.આ ઘટનાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. તેની વિગતો નીચે મુજબ છે
ડાઇવર્ટ કરાયેલા માર્ગ પર ચાલનારી અપ દિશાની ટ્રેનોઃ
૧) ટ્રેન નંબર ૧૯૫૭૫ ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬) થાનવાંકાનેરમોરબીમાળિયા મિયાણાવિરમગામ માર્ગૅ ચાલશે.
૨) ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬) વાંકાનેરમોરબીમાળિયા મિયાણાવિરમગામ માર્ગૅ ચાલશે.
૩) ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬) રાજકોટમોરબીમાળિયા મિયાણાવિરમગામ માર્ગૅ ચાલશે.
૪) ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬) રાજકોટમોરબીમાળિયા મિયાણાવિરમગામ માર્ગૅ ચાલશે.
૫) ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬) રાજકોટમોરબીમાળિયા મિયાણાવિરમગામ માર્ગૅ ચાલશે.
ડાઇવર્ટ કરાયેલા માર્ગ પર ચાલનારી ડાઉન દિશાની ટ્રેનોઃ
૧) ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૬) વિરમગામમાળિયા મિયાણામોરબીરાજકોટ માર્ગૅ ચાલશે.
૨) ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ ૧૯ ઓક્ટોબર ૨૦૨૬) વિરમગામ-માળિયા મિયાણા મોરબી-રાજકોટ માર્ગૅ ચાલશે.
બે પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદઃ
૧) ટ્રેન નંબર ૫૯૨૭૨ ભાવનગર ટર્મિનસ-સુરેન્દ્રનગર પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશને ટૂંકાવી દેવામાં આવશે (શોર્ટ ટર્મિનેટ થશે). તેથી વઢવાણ સિટીસુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૫૯૨૦૩ સુરેન્દ્રનગર-ભાવનગર ટર્મિનસ પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશનથી ઉપડશે. તેથી સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલાં સંબંધિત ટ્રેનોની અદ્યતન સ્થિતિની માહિતી રેલવેના સત્તાવાર પૂછપરછ માધ્યમો પરથી મેળવી લે.

