(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧ઃ
Jamnagar શહેરના મોટાપીરના ચોકમાં અકબરશા મસ્જિદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા શખ્સો પર સિટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારના સાધનો સહિત કુલ રૂ. ૧૦,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, સિટી એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન સાંજે આશરે ૬૧૫ વાગ્યે કાલાવડ નાકા બહાર રંગૂનવાલા હોસ્પિટલ નજીક બાતમી મળી હતી કે મોટાપીરના ચોકમાં અકબરશા મસ્જિદ પાસે કેટલાક શખ્સો ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે સાંજે આશરે ૬૩૦ વાગ્યે પંચોને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જોઈ ત્રણ શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે દીલાવરભાઈ ઈકબાલભાઈ મીઠાવાણી (ઉં.વ. ૪૪) અને ફિરોજ ઉર્ફે મુન્નો ઓસમાણભાઈ સિપાઈ (ઉં.વ. ૪૬) પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે બંને શખ્સો પાસેથી કુલ રૂ. ૧૦,૨૭૦ની રોકડ તથા રૂ. ૩૦૦ની કિંમતના ઘોડીપાસાના બે પાસા મળી કુલ રૂ. ૧૦,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવમાં ઝડપાયેલા બે શખ્સો ઉપરાંત નાસી છૂટેલા કાસમ ઉર્ફે કામો ગરાણો ચાવાળો, કાદર મજીદ બાજરીયા અને શબીર મજીદભાઈ બાજરીયા સહિત કુલ પાંચ શખ્સો સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ અંગે સિટી એ-ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરુભા સોઢાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

