Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો
    • Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ
    • Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો
    • Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
    • Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ
    લેખ

    આજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને સકકરટેટી ધરાવવાનું મહત્વ છે તે નો મળે તો  કેળા ધરાવવા.આસો  શુદ  અગિયારસ ને ગુરુવાર તા ૨૨ ઓક્ટોબર ના દિવસે અગિયારસ છે પાશાંકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.  આ એકાદશી નું બીજું નામ પાપાંકુશા પણ છેઆ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.  ગુરુવારના રોજ એકાદશી નો ઉપવાસ અથવા એકટાણું કરવું .

    Pashankusha Ekadashiનું ધાર્મિક મહત્વઃપદ્મ પુરાણ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ’. પાશાંકુશા બે શબ્દોનો બનેલો છે ’પાપ’ અને ’અંકુશ’ (નિયંત્રણ). એટલે કે, આ વ્રત મનુષ્યની પાપ કરવાની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવે છે. અને માનસિક શાંતિ પણ આપે છેપાપોમાંથી મુક્તિ આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાણતા-અજાણતા થયેલા ઘોર પાપોમાંથી મુક્તિ મળે છે.પુણ્યની પ્રાપ્તિ ધાર્મિક માન્યતા મુજબ, આ એકાદશીનું વ્રત કરવાથી મળતું ફળ હજારો અશ્વમેધ યજ્ઞ અને સૂર્યયજ્ઞ કરવા સમાન માનવામાં આવે છે.

    પૂજા વિધિ અને નિયમોઃ

    વ્રતનો સંકલ્પ આ દિવસે સવારે વહેલા ઉઠી, નિત્ય કર્મ કરી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ કરો. આજના દિવસે સુખ શાંતિની પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરું છુંભગવાન વિષ્ણુની પૂજા પૂજા સ્થાન પર કૃષ્ણ ભગવાનની અથવા તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા છબી સામે દીવો પ્રગટાવી તુલસીદળ, પીળા ફૂલ અને ફળ અર્પણ કરો. તે ઉપરાંત ભગવાન પાસે દીવો જરૂર કરવો આ દિવસે પીપળાનું પણ પૂજન કરવું આ દિવસે ભગવાનને સકકટેટી ધરાવવાનું મહત્વ વધારે છે તેના મળે તો કેળા અથવા સફરજન ધરાવી શકાય છે

    સવારના અથવા સાંજના સમયે એકાદશીની વ્રત કથા સાંભળવી અથવા તો બોલવી બપોરના સૂવું નહીં રાત્રિના બાર વાગ્યા સુધી નું જાગરણ કરવું સાંજના સમયે ભગવાનના કીર્તન કરવાભક્તિ અને સ્મરણ દિવસ દરમિયાન ભગવાનના મંત્રો (જેમ કે ૐ નમો ભગવતે વાસુદેવાય) અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. દાનનું મહત્વ એકાદશીના દિવસે  તલ, અનાજ, ગાયોને ઘાસચારો, પાણી, અને બ્રાહ્મણોને ભોજન કરાવવું વસ્ત્રદાન દેવું  ખૂબ જ શુભ ફળ આપે છે. આ એકાદશી વ્રતથી લોભ, મોહ, માયા અને યમરાજનાં બંધનનો ભય દૂર થાય છે, અને ઉપવાસ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તથા સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે

    એકાદશી ની વ્રત કથાઃપૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને આ વ્રતની જે કથા સંભળાવી હતી તે ટૂંકમાં નીચે મુજબ છે

    પ્રાચીન સમયમાં વિંધ્યાચલ પર્વત પર ક્રોધન નામનો એક અત્યંત ક્રૂર અને હિંસક શિકારી (વ્યાધ) રહેતો હતો. તેણે આખી જિંદગી પશુઓનો શિકાર કરવો, લૂંટફાટ અને ખોટા કાર્યો કરવામાં જ વિતાવી હતી, જેના કારણે તેણે અનેક પાપો એકઠા કર્યા હતા.

    જ્યારે તેનો અંત સમય નજીક આવ્યો, ત્યારે યમરાજે પોતાના દૂતોને ક્રોધનને લાવવાનો આદેશ આપ્યો. યમદૂતોએ ક્રોધનને જણાવ્યું કે આવતીકાલે તેનો છેલ્લો દિવસ છે અને તેને યમલોક લઈ જવામાં આવશે. આ સાંભળીને ક્રોધન મૃત્યુના ભયથી ધ્રૂજી ઉઠ્યો અને પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે વ્યાકુળ થઈ ગયો.તે ભયભીત થઈને તરત જ ગંગા કિનારે આવેલા મહર્ષિ અંગિરાના આશ્રમે પહોંચ્યો અને તેમના ચરણોમાં પડીને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્‌યો. ઋષિ અંગિરાએ દયા ખાઈને તેને કહ્યું, ‘‘તું ચિંતા ન કર. આવતીકાલે જ આસો મહિનાના શુક્લ પક્ષની પાપાંકુશા એકાદશી છે. તું શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપનું પૂજન કર અને આ એકાદશીનું વ્રત રાખ, તારા બધા પાપો નષ્ટ થઈ જશે.‘‘

    ક્રોધને ઋષિના કહેવા પ્રમાણે પૂર્ણ વિધિ-વિધાનથી પાપાંકુશા એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના તમામ ઘોર પાપોનો નાશ થયો અને યમદૂતો તેને અડ્યા વિના જ પાછા ફર્યા. અંતે ભગવાન વિષ્ણુની કૃપાથી તેને મોક્ષ મળ્યો અને તે વૈકુંઠ ધામમાં ગયો.

    કથા નો બોધઃઆ વ્રત કથા આપણને શીખવે છે કે મનુષ્યથી જાણે-અજાણે થયેલા પાપો અથવા ખોટા કાર્યોનો સાચા હૃદયથી પશ્ચાતાપ કરવો જોઈએ. જો વ્યક્તિ સાચા મનથી પ્રભુના શરણમાં જાય અને ફરીથી ક્યારેય ખોટા માર્ગૅ ન જવાનો સંકલ્પ કરે, તો ભગવાન તેના પાપો ક્ષમા કરે છે.

    Pashankusha Ekadashi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ વાહન ચાલકોમાં ભારે રોષ !
    Next Article જી.એમ.ડી.સી. દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને અર્પણ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    દશરથ-દશાનન અને Dussehraનો આધ્યાત્મિક અર્થ

    October 19, 2026
    લેખ

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    લેખ

    આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા

    October 15, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,770
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-10-2026 01:50
    Categories
    Latest News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026

    આજનું રાશિફળ

    October 21, 2026

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે : Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.