Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો
    • Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ
    • Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો
    • Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
    • Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ વાહન ચાલકોમાં ભારે રોષ !
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ વાહન ચાલકોમાં ભારે રોષ !

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિકાસના નામે જનતાને હેરાનગતિની ભેટ !

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreliતા.૨૧ઃ

    Amreli શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા લાઠી  માર્ગ ઉપર રેલવે ફાટક પાસે બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી અચાનક શરૂ કરવામાં આવતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ફાટક બંને બાજુથી બંધ કરી દેવામાં આવતાં કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. એક તરફ દશેરાના તહેવારને લઈને શહેરમાં અવર જવરનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે બીજી તરફ અગાઉથી કોઈ સ્પષ્ટ જાણકારી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના રસ્તો બંધ કરી દેવાતાં વાહન ચાલકોમાં નારાજગી ફેલાઈ હતી.

    Amreliમાં બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે લાઠી માર્ગ ઉપર આવેલા રેલવે ફાટક નજીક મોટા ગડર લગાવવાના હોવાથી માર્ગની બંને બાજુ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે, આ કામગીરી માટે માર્ગ બંધ થવાનો હોવાથી વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો તેઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને સમય અને હાલાકી બંને બચાવી શક્યા હોત.

    ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે ખરીદી, વ્યવસાય અને અન્ય કામકાજ માટે લોકોની અવર જવર વધારે રહેતી હોય છે. એવા સમયે શહેરના મહત્ત્વના માર્ગ ઉપર અચાનક વાહન વ્યવહાર માટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતાં વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા હતા. તેઓને કઈ દિશામાં જવું? અને કયો વૈકલ્પિક માર્ગ અપનાવવો? તે અંગે સ્પષ્ટતા ન હોવાથી અનેક વાહનચાલકો આમથી તેમ ભટકતા જોવા મળ્યા હતા. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે લોકોને સમયનો બગાડ સહન કરવાની સાથે ભારે અસુવિધાનો પણ સામનો કરવો પડ્યો હતો.

    બીજી તરફ, આ માર્ગ બંધ કરવા અંગે અગાઉથી કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો આગોતરી જાણકારી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો દશેરાના તહેવારના દિવસે વાહનચાલકોને પડેલી હાલાકી ટાળી શકાય તેમ હતી.

    હવે સવાલ એ ઊભો થાય છે કે, બ્રોડગેજ લાઇનની કામગીરી દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ ટાળવા માટે રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધીશો દ્વારા યોગ્ય વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે? કામગીરીની સાથે જનસુવિધા જળવાય અને નાગરિકોને રસ્તા ઉપર રઝળપાટ ન કરવો પડે તે માટે તંત્ર સજાગ બનશે કે પછી દર વખતે જનતાએ જ સહનશીલતાનો પરિચય આપવો પડશે?

    કામગીરી જરૂરી, પરંતુ પૂર્વ આયોજનનું શું?

    વાહનચાલકોએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રેલવે લાઇનની કામગીરી જાહેર હિતમાં જરૂરી હોઈ શકે છે, પરંતુ તેના કારણે લોકોની અવરજવર ખોરવાય નહીં તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. માર્ગ બંધ કરવાનો હોય તો અગાઉથી જાહેર જાણકારી આપવી જોઈએ, કામગીરીનો સમય જાહેર કરવો જોઈએ અને વૈકલ્પિક માર્ગ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ, જેથી નાગરિકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

    અમરેલીની પ્રજાની સહનશીલતાની કસોટી ક્યારે સુધી?

    અમરેલીમાં વારંવાર મહત્ત્વના માર્ગો ઉપર કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોને આગોતરી જાણ કરવાની બાબત ચર્ચાનો વિષય બને છે. વિકાસનાં કામો જરૂરી છે, પરંતુ વિકાસના નામે સામાન્ય નાગરિકોની સુવિધા અને સમયની અવગણના ન થવી જોઈએ. ખાસ કરીને તહેવારોના દિવસોમાં લોકોની અવરજવર વધતી હોવાથી સંબંધિત તંત્રએ વધુ જવાબદારીપૂર્વક આયોજન કરવું જોઈએ.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત
    Next Article આજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    અમરેલી

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    October 20, 2026
    અમરેલી

    Amreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !

    October 19, 2026
    અમરેલી

    Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું

    October 19, 2026
    અમરેલી

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026
    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-10-2026 23:50
    Categories
    Latest News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026

    આજનું રાશિફળ

    October 21, 2026

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે : Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.