Mumbai, તા.૨૪
રણબીર કપૂર અને સાઉથ સુપરસ્ટાર યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણઃ રાઇઝ ઓફ એ લીજેન્ડ’ રિલીઝ થાય તે પહેલા જ બોક્સ ઓફિસ પર ધમાકો કરી રહી છે. બોક્સ ઓફિસ ટ્રેકિંગ પોર્ટલ જીટ્ઠષ્ઠહૈઙ્મા ના તાજેતરના અહેવાલ મુજબ, ૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મે પ્રથમ દિવસ માટે જ ૮.૧૬ કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ મેળવી લીધું છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે રિલીઝના દિવસ સુધીમાં આ આંકડો ૧૦ કરોડને પાર કરી જશે.એડવાન્સ બુકિંગના મામલે દિલ્હી-દ્ગઝ્રઇ સૌથી આગળ રહ્યું છે, જ્યાં એકલા આ વિસ્તારમાંથી જ ૨ કરોડના ટિકિટો વેચાઈ ચૂક્યા છે, જે કુલ એડવાન્સ બુકિંગના ૨૪ ટકા જેટલું છે. બીજા ક્રમે મુંબઈ આવે છે, જ્યાંથી ૧.૪૮ કરોડની ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે. જો રાજ્યવાર વાત કરીએ તો મહારાષ્ટ્ર શીર્ષ સ્થાન પર છે, જ્યાંથી કુલ ૨.૧૪ કરોડનું બુકિંગ નોંધાયું છે. ફિલ્મનો હિન્દી વર્ઝન પ્રેક્ષકોમાં સૌથી વધુ લોકપ્રિય સાબિત થઈ રહ્યો છે. કુલ એડવાન્સ બુકિંગના ૯૧ ટકા એટલે કે આશરે ૭.૩૯ કરોડ એકલા હિન્દી વર્ઝનમાંથી આવ્યા છે, જેમાં દર્શકો હિન્દી ૩ડ્ઢ શોઝને વધુ પસંદ કરી રહ્યા છે.સિનેમાપ્રેમીઓમાં આ ફિલ્મને લઈને એવો ક્રેઝ છે કે ટિકિટના દરોએ પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મુંબઈના કેટલાક પ્રીમિયમ થિયેટરોમાં બપોર અને સાંજના શો માટે રિક્લાઈનર સીટનો ભાવ ૩,૧૭૦ સુધી પહોંચી ગયો છે. વર્લી સ્થિત ૈંર્દ્ગંઠ ૈંહજૈખ્તહૈટ્ઠ માં પણ ટિકિટ ૨,૩૭૦ માં વેચાઈ રહી છે. ૈંસ્છઠ ૩ડ્ઢ, ૪ડ્ઢઠ અને ર્ડ્ઢઙ્મહ્વઅ જેવા પ્રીમિયમ ફોર્મેટમાં સ્ક્રીન્સ મર્યાદિત હોવા છતાં, એકંદર બુકિંગમાં તેમનો હિસ્સો ૨૯ ટકા રહ્યો છે.નિર્દેશક નિતેશ તિવારીના ભવ્ય નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થશે. કન્નડ વર્ઝનમાં અત્યાર સુધીમાં ૫૫.૯૬ લાખનું બુકિંગ થયું છે, જેમાં એકલા બેંગલુરુથી ૪૩.૨૧ લાખનો હિસ્સો છે. ફિલ્મનો હિન્દી વર્ઝન ૩ કલાક અને ૧૫ મિનિટનો લાંબો રન-ટાઇમ ધરાવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે અંગ્રેજી વર્ઝનને ૨ કલાક અને ૪૫ મિનિટનું રાખવામાં આવ્યું છે.

