Mumbai, તા.૨૪
પંજાબી ગાયક અને ગ્લોબલ રોકસ્ટાર દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારા તેમના લાઈવ કોન્સર્ટને લઈને સર્જાયેલી અસમંજસની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ સાથેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ કોન્સર્ટ માટે જરૂરી પરમિશન આપી દેવામાં આવી છે.અગાઉ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના કારણોસર આ કાર્યક્રમને પરવાનગી આપવા સામે પ્રશ્નો ઊભા થયા હતા.તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક માટે વધારાના આયોજનની માંગ કરી હતી.આયોજકો દ્વારા સુરક્ષા ચાર્ટ અને વિગતવાર રોડમેપ રજૂ કરાયા બાદ પોલીસે કાર્યક્રમ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી તે તમામ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે જેઓ લાંબા સમયથી આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા હતા.મળતી માહિતી મુજબ, આ શો માટે ટિકિટના ભાવ ૬,૪૯૯ થી શરૂ થઈને ફૈંઁ કેટેગરી માટે ૧૫,૯૯૯ સુધી રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં મંજૂરી મળતાની સાથે જ હવે અન્ય શહેરોમાં પણ શોને લઈને ફેન્સનો ક્રેઝ બમણો થઈ ગયો છે.

