Morbi, તા.28
વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા યુવાનના દીકરાનો અકસ્માત થયો હતો અને જેની સાથે અકસ્માત થયો હતો તેને પિતા સહિત બે શખ્સો યુવાનની દુકાને આવ્યા હતા અને તેને ગાળો આપીને ઝાપટો મારી હતી.
તથા ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા ઈરફાનભાઇ દાઉદભાઈ માલકીયા (49)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ઇરફાનભાઇ અબ્દુલભાઈ કાજી તથા વસીમભાઈ અબ્દુલભાઈ કાજી રહે. બંને સલોત શેરી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, તેના દીકરાનો આરોપીના દીકરા સાથે અકસ્માત થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ ફરિયાદીની વાંકાનેર મેઇન બજારમાં હરિદાસ રોડ ઉપર દુકાન આવેલ છે ત્યાં બંને આરોપી આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપીને બેથી ત્રણ ઝાપટો મારી હતી તથા મુંઢ માર માર્યો હતો અને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

