Mumbai,તા.28
મૃણાલ ઠાકુરે અલ્લુ અર્જુન સાથેની સાયન્સ-ફિક્રશન ફિલ્મનું શૂટિંગ ગયા અઠવાડિયે શરૂ કરી દીધું છે. હાલ આ ફિલ્મનું કામ ચલાઉ શીર્ષક ‘એએટુટુએક્સ એસિક્સ’ રાખવામાં આવ્યું છે. મૃણાલ ઠાકુર આ ફિલ્મનું હાલ મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. તેમાં કેટલાંક એક્શન દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે.
અલ્લુ અર્જુન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ તેની એક હિરોઈન હશે. મુંબઈમાં શૂટિંગ પૂરું કર્યા પછી આ ફિલ્મની ટીમ વધુ શૂટિંગ માટે વિદેશ જવા રવાના થશે.

