Mumbai,તા.28
અભિનેતા સતીશ શાહનું નિધન 25 ઓક્ટોબરે થતાં સૌ કોઈ ખૂબ જ દુઃખી હતા. તેમના માટે 27 ઓક્ટોબરે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં ટીવી જગતના અનેક કલાકારો હાજર રહ્યા હતા. વળી, સતીશ શાહના લોકપ્રિય શો ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’ના સહ-અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા. ગાયક સોનુ નિગમની હાજરી પણ પ્રાર્થના સભામાં નોંધનીય રહી. આ તમામ લોકોએ ગીત ગાઈને સતીશ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સોનુ નિગમે સતીશ શાહને આપી શ્રદ્ધાંજલિ
સોનુ નિગમે સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘તેરે મેરે સપને’ ગીત ગાયું, જેમાં તેમની પત્ની મધૂએ પણ તેને સાથ આપ્યો. આ સમયે ત્યાં હાજર સૌ કોઈ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. બધાએ સાથે મળીને સતીશ શાહની જીવન યાત્રાને યાદ કરીને ઉજવણી કરી. જણાવી દઈએ કે સતીશ શાહે આ વર્ષની શરૂઆતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જેથી તેઓ તેમની પત્ની મધૂની દેખભાળ કરી શકે, કારણ કે સતીશના પત્ની હાલમાં અલ્ઝાઇમર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.

