Mumbaiતા.28
પ્લાસ્ટિક સર્જરી કરાવવાના અહેવાલો પર જાહવી કપૂરે મૌન તોડ્યું છે. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થયાં હતાં, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે પોતાનો દેખાવ વધુ સારો બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો છે.
હવે, જ્યારે એક શોમાં આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મને લાગે છે કે મેં જે કર્યું છે તે વિશે હું ખૂબ જ સમજદાર, રૂઢિચુસ્ત અને સાચી છું. હા, મને મારી માતાએ માર્ગદર્શન આપ્યું છે.
જો કોઈ યુવતી આવા વીડિયો જોશે અને વિચારશે કે મારે આ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે અને આવી સ્થિતિમાં કંઇક ખોટું થાય છે, તો તે સૌથી ખરાબ પરિસ્થિતિ હશે.
મને લાગે છે કે પારદર્શિતા સૌથી મહત્વપૂર્ણ છે. આ જ વાતચીતમાં જાહ્નવીએ કહ્યું હતું કે, ‘હું તે યુવતીઓમાંની એક હતી જે સોશિયલ મીડિયાથી પ્રભાવિત હતી જયાં દરેકને એક ચોક્કસ રીતે જજ કરવામાં આવે છે. હું યુવાન છોકરીઓ પર કોઈ જાતનું દબાણ લાદવા માંગતી નથી. હું માનું છું કે તમે તે કરો જે તમને ખુશ કરે.

