China,તા.29
ચીને વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન (સીઆર 450)નું સફળ પરીક્ષણ કર્યું છે. તેની ટોપ સ્પીડ 453 કિમી (281 માઇલ) પ્રતિ કલાક છે. આ ટ્રેન આવતા વર્ષની શરૂઆતમાં વ્યાપારી કામગીરી માટે શરૂ થવાની સંભાવના છે.
નેક્સ્ટ જનરેશન હાઇ-સ્પીડ ટ્રેન સીઆર 450 એ શાંઘાઈ-ચોંગકિંગ-ચેંગડુ રેલ્વે લાઇન પર પરીક્ષણો પૂર્ણ કર્યા છે. આ દરમિયાન 450 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરવામાં આવી હતી.
વજન : 50 ટન, ઝડપી ગતિ પકડે છે
ડિઝાઇન : નાક જેવી લાંબી અને ઓછી ઊંચાઈ, હવાની અસરને 22 ટકા ઘટાડે છે.
વધુ અવાજ નથી : આટલી ઝડપી ગતિએ અવાજ 68 ડેસિબલ છે. એટલે કે, કાર જેવો શાંત અવાજ.
એનર્જી : નવી મોટર્સ ત્રણ ટકા વધુ ઉર્જા બચાવે છે.
હજુ વધુ ટેસ્ટ કરવાના બાકી છે
♦ ટ્રેને પેસેન્જર ટ્રાન્સપોર્ટ માટે 6,00,000 કિમી ટેસ્ટ રન પૂર્ણ કરવા પડશે
♦ આવતા વર્ષે ચેંગડુ-ચોંગકિંગ લાઇન પર પરીક્ષણ શરૂ થશે.
ભારતની સ્થિતિ
► વંદે ભારતને ભારતની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવે છે, તેની ઝડપ 180 કિમી પ્રતિ કલાક છે.શા માટે મોટું પગલું માનવામાં આવે છે?
► ચીન આને મેડ ઇન ચાઇના તરફ એક મોટું પગલું માની રહ્યું છે. ચીનનું હાઇ સ્પીડ રેલ નેટવર્ક પહેલાથી જ 60 લાખ કિલોમીટર લાંબું છે અને 90 ટકા વસ્તીને આવરી લે છે.
અન્ય દેશોની હાઈ સ્પીડ ટ્રેનો
જાપાન : શિંકનસેન બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
ફ્રાંસ : ટીજીવી ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
કોરિયા : કેટીએક્સ સેન્ચેઓન 305 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

