Ahmedabad,તા.29
રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ વેગવંતી બનાવવામાં આવી છે.
ગઈકાલે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ રાજકોટ,ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરાની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે નવી સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે.
રાજકોટ મહાપાલિકાની વસ્તી 2011ની ગણતરી મુજબ 1377656 છે.18 વોર્ડની 72 બેઠકમાં વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 76536 છે. અહીં 50 ટકા લેખે 36 બેઠક મહિલા અનામત અને 27 ટકા ઓબીસી સાથેે કુલ અનામત બેઠકો 50 અને સામાન્ય બેઠક 22 થઈ છે. 36 મહિલા ઉપરાંત અનુ-જાતી માટે 5, આદી જાતી માટે 1, પછાત વર્ગ માટે 19 બેઠકો અનામત રહેશે.ઘણા વોર્ડમાં અનામતમાં ફેરફારો થયા છે. ઓબીસી અને પછાત વર્ગની બેઠકો સાથે સામાન્ય સીટ ઘટીને 22 રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં કુલ 192 બેઠકો માંથી 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે પછાત વર્ગ માટે 52 બેઠકો અનામત રખાઈ છે. નવી રચાયેલી મહાપાલિકાઓના રોટેશન હજી જાહેર થવાના બાકી છે. રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કામાં રાજ્યની 6 મહાનગરપાલિકાઓ ની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે.
આ રોટેશન વોર્ડ મુજબ જાતિ આધારિત ફાળવણી દર્શાવે છે. આ જાહેરાત દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે કે, આ વખતે 27 ટકા OBC અનામતના અમલ સાથે ચૂંટણી યોજાશે. જોકે, તાજેતરમાં નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકાઓની બેઠકોનું રોટેશન જાહેર થવાનું બાકી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની કુલ 192 બેઠકો પર અનામતની ફાળવણી કરવામાં આવી છે. 27 ટકા OBC અનામત ના અમલના કારણે પછાત વર્ગ ને અમદાવાદમાં કુલ 52 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 26 બેઠકો પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત રહેશે. આ નિર્ણય રાજ્યમાં પછાત વર્ગના રાજકીય પ્રતિનિધિતને મજબૂત બનાવશે.
ગુજરાતમાં રાજ્યની જૂની 6 અને નવી 9 મહાનગર પાલિકાઓ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યની જૂની 6 અને નવી 9 મહાનગર પાલિકાઓ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કર્યા બાદ હવે નવી અને જૂની મહાનગર પાલિકાઓમાં પણ 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે ચૂંટણી યોજાશે.
રોટેશન જાહેર
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 મહાનગર પાલિકાઓમાં વાર્ડ પ્રમાણે અનામત અને જનરલ બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકા માટે પણ ચૂંટણી આયોગ દ્વારા રોટેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં 48 વોર્ડમાં 192 બેઠકો પર 33 ટકા અનામત પ્રમાણે 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વર્ગ માટે 59, અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અનુસૂચિત જન જાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

