Surendranagar, તા.29
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપી પાડવા નિર્દેશ આપ્યો હતો.
આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ચોરી કરેલા આશરે 100 કિલોગ્રામ તાંબાના વાયર, જેની કિંમત 70,000 રૂપિયા છે, અને ત્રણ મોબાઇલ ફોન, જેની કિંમત 10,500 રૂપિયા છે, તે જપ્ત કર્યા છે. કુલ 80,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ મનસુખભાઈ માથાસુરિયા (રહે. થાનગઢ), હમીરભાઈ ધનજીભાઈ માથાસુરિયા (રહે. દેવસર, ચોટીલા) અને ગજુભાઈ ઉર્ફે સુરેશભાઈ બચુભાઈ સોલંકી (રહે. મોરબી) નો સમાવેશ થાય છે.
આ ગુના અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11211009250801/2025 BNS-2023 કલમ 305(ક), 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ કોલા, દેવરાજભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ કુલદીપભાઈ બોરિયા અને વજાભાઈ સાનિયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

