Junagadh તા.30
જુનાગઢ તાબેના ઉમાવાડા ગામ નજીક બે પ્રાઈવેટ સ્કુલ સેન્ટ ઝેવીયર્સ અને સિગ્માને ચડ્ડી બનીયાન ગેંગે નિશાન બનાવી હતી. સોમવારની રાત્રીના 12.15ના સુમારે પ્રથમ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ત્રાટકી રોકડ રૂા.15 હજાર, ફોટોગ્રાફી કેમેરાની ચોરી કરી પ્રિન્સીપાલની ઓફીસને વેર વિખેર કર્યા બાદ ત્યાંથી રાત્રીના બેના સુમારે નજીકની સિગ્મા સ્કુલ ઓફ સાયન્સની દિવાલ ટપી સ્કૂલમાંથી રોકડ રૂા.18 હજાર અને કેમેરાની ચોરી કરી લઈ ગયા હતા. બન્ને સ્કૂલનો સ્ટાફ સવારે આવતા ચોરીની જાણ થવા પામી હતી. સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ટોળકીઓ ચડ્ડી બનીયાન ઉપરાંત મોઢા ઉપરમાં માસ્ક પહેરીને ચોરીને અંજામ આપે છે. જેથી તેને ચડ્ડી બનિયાન ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. કેમેરામાં બન્ને સ્કૂલમાં આ ચડ્ડી બનિયાન ટોળકી સ્પષ્ટ દેખાય છે.

