Ahmedabad,
2010માં પાવાગઢના એક ગેસ્ટહાઉસમાં હત્યાની ઘટનામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા એક યુગલને 15 વર્ષ બાદ હવે આઈપીએફ પદ્ધતિના સહારે માતા-પિતા બનવા પેરોલ અપાયા છે.
જયેન્દ્ર ડામોર અને સેજલ બારીયા નામના આ યુગલને 2013માં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જયાં સેજલ બારૈયા જયારે રાજકોટની પીટીસી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે સમયે તેમના પરિચયમાં આવેલા પીનાકીન પટેલ એ સેજલના અન્ય સાથે લગ્ન થયા બાદ પણ તેની સતામણી ચાલુ રાખી હતી. અંતે યુગલે તેને પાવાગઢ બોલાવી ગેસ્ટહાઉસમાં તેની હત્યા કરી હતી.
આ યુગલ હવે 40 વર્ષ આસપાસનું થઈ ગયુ છે. તેઓએ સંતાન માટે આઈવીએફ ટેકનોલોજીનો જ સહારો લેવો પડશે તે નિશ્ચિત થતા અદાલતમાં કરેલી અરજીમાં તેઓને પેરોલ અપાયા છે.
2023માં તેઓને જામીન બાદ હોસ્પીટલ રિપોર્ટના આધારે તેઓને હવે આ પ્રક્રિયામાં આગળ વધવા અને ફોલોઓપ માટે ગુજરાત હાઈકોર્ટે તેઓના હવે તા.2 નવે. સુધી જામીન લંબાવ્યા છે પણ બાદમાં તેઓને વધુ જામીન- પેરોલ નહી મળે તે શરત નિશ્ચિત કરી હતી.




