કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓએ શૌર્યનું પ્રદર્શન કર્યું
Kevadia, તા.૩૧
આજે ગુજરાતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હાજરી આપી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું.
આજે ૩૧ ઑક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી ખાસ બની હતી. પ્રધાનમંત્રીનો ગુજરાતમાં એકતાનગર ખાતે પ્રવાસનો બીજો દિવસ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું હતું. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાય તેવી પરેડનું કેવડિયા ખાતે નીકળી. આ પ્રસંગે ૧૦ હજાર જેટલા લોકો પરેડ નિહાળી શકે તેવું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઈ છે, જેમાં સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓએ પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું. આ વિરાટ આયોજન દેશની એકતા, અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહી છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં અને સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધોે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે. આ આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહી હતી. આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ ૧૨,૦૦૦ જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.

