Mumbai,તા.1
ભારતીય મહિલા ટીમે વિશ્વ કપના સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. સેમી ફાઈનલમાં સૌથી મોટો રન ચેઝનો વિશ્વ રેકોર્ડ પણ સ્થાપ્યો હતો.
ફાઇનલ રવિવારે મુંબઈમાં ડી.વાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે ત્યારે તે પૂર્વે શુક્રવારે સુવિખ્યાત સિધ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચી ભારતીય મહિલા ટીમના અમુક ખેલાડીઓ શેફાલી વર્મા, ઋચા ઘોષ, રેણુકા ઠાકુર, ઉમા છત્રીએ ગણેશ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભારત આવતીકાલે ફાઇનલ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

