Upleta,તા.3
ઉપલેટા ના મોટી પાનેલી ગામે સીમમા જુગાર રમતા પાંચની રૂપિયા બે લાખ 52,000 સાથે ધરપકડ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી આર.વી. ભીમાણી સાહેબ ઉપલેટાના મોટીપાનેલીની સીમમાં દરોડો પાડી જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે દબોચી લઈ રૂ।.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ભાયાવદર પો.સ્ટે. ના તાબા હેઠળના મોટી પાનેલી ગામની સીમમા રેઇડ કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી 5 આરોપીઓને કુલ રૂ 2,52,500/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(1) દીલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. જામજોધપુર તીરૂપતી સોસાયટી પાસે
(2) કાયાભાઇ ભોજાભાઇ મુંગાણીયા રહે. જામજોધપુર સ્ટેશન પ્લોટ
(3) મેરાભાઈ કલાભાઇ કલોતરા રહે, જામજોધપુર ખારાવાળ પ્લોટ
(4) ધર્મેન્દ્રભાઇ વેલજીભાઇ માકડીયા રહે. જામજોધપુર સ્ટેશન રોડ
(5) મુકેશભાઇ ઝેરામભાઇ કડીવાર (રહે. જામજોધપુર વાછાણીની વાવ પાસે)નો સમાવેશ થાય છે.

