Dhoraji,તા.3
રાજકોટ જિલ્લાના ધોરાજી ના ગ્રામ્ય પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તારાજી સર્જાય છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે વાત છે મોટી પરબડી ગામની કે જ્યાં પાક પર માવઠું વરસી જતા કપાસ મગફળી સોયાબીન જેવા પાકો માં ભારે નુકસાન થયું છે.
ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છ થી આઠ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરમાં તૈયાર થઈ ગયેલ મગફળી સોયાબીન તુવેર ના પાથરા પલળી ગયા છે અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોડીયો છીનવાઈ ગયો સરકાર દ્વારા મોબાઈલ એપ થી જે સર્વેની જાહેરાત કરવામાં આવી છે.
જે બાબતે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે જે મોબાઈલની એપ થી સર્વે કરવાનું છે એ એપ ચાલતી નથી અને ખેડૂતોને આ બાબતે કશું માહિતી ન હોય જેથી સર્વે થતું નથી જેથી કરીને તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા સર્વે કર્યા વગર સીધી સહાય જમા કરવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
મોટી પરબડીના ખેડૂતોનું કહેવું છે કે એક તરફથી કુદરત રૂઠિઓ છે ત્યારે બીજી તરફ સરકાર રૂઠી છે એક તરફ ખેડૂતોને એમની જણસ ન પૂરતા ભાવ નથી મળતા ત્યારે બીજી તરફ ખેડૂતોને માવઠા એ રાતા પાણીએ રોવડાવ્યા છે
વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી વીઘા દીઠ રૂપિયા 20 થી 25 હજાર નું ખર્ચ થયું છે પાક તૈયાર થઈ ગયો અને જ્યારે પાકને માર્કેટમાં વેચવાનો વારો આવ્યો ત્યારે પાક કમોસમી વરસાદને કારણે પલળી ગયો અને ખેડૂતોને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો આમ જોઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી માવઠા રૂપી આફત આકાશમાંથી વરસી રહી છે અને જગતનો તાત પરેશાન છે આમ ખેડૂતો ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોનું કહેવું છે.
કે સરકાર દ્વારા જે સર્વેની જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ આજ દિવસ સુધી કોઈ અધિકારી કર્મચારી ખેતર માં સર્વે માટે આવ્યા નથી અને મોબાઇલની એપ્લિકેશનથી જે સર્વે કરવાનું છે તેનું સર્વર ડાઉન ચાલી રહ્યું છે જેના કારણે સર્વેની પ્રોસેસ થતી નથી અને ખેડૂતોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે મોટી પરબડીના ખેડૂતોએ એમના ખેતરમાં એકઠા થઈ અને સૂત્રોચાર કરી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કર્યો હતો ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક સહાયનું પેકેજ જાહેર નહીં કરે અને તાત્કાલિક સહાય ખેડૂતોના ખાતામાં જમા નહીં કરાવે તો ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકશે નહી

