Mexico,તા.3
અહીંના મેયર કાર્લોસ અલ્બર્ટો મેજોની સરાજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સંગઠીત અપરાધ-હિંસા સામે કાર્યવાહીના કારણે મેયરની હત્યા કરાયાનું અનુમાન વ્યક્ત થયું છે. હત્યારાને ઘટનાસ્થળે જ ઠારી કરી દેવાયો હતો.
મેયર કાર્લોસ અલ્બર્ટો મેંજો રોડ્રીગેજની હત્યા મેકસીકોના ડે ઓફ ડેડ ઉત્સવ દરમિયાન કાર્યક્રમમાં થઈ હતી. જયારે તેઓ લોકોના સમૂહને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને 7 ગોળીઓ લાગી હતી. કાર્લોસ ઉરુપન શહેરના મેયર હતા. તેમને ઘટના બાદ હોસ્પિટલે ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ગોળીબારની આ ઘટના શનિવારે બની હતી. ગોળીબારમાં સીટી કાઉન્સીલ સભ્ય અને બોડીગાર્ડ પણ ઘાયલ થયા હતા. હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કરી દેવાયો હતો. હુમલાખોરની હજુ સુધી ઓળખ નથી થઈ.
સંધીય મંત્રી ઓમર ગાર્સિયાએ જણાવ્યું હતું કે જે હથિયારથી મેયરને ગોળી મરાઈ તે ક્ષેત્રમાં સંચાલીત બે અપરાધ સંગઠનો સાથે સંબંધીત છે. મેકસીકોમાં રાજનીતિ અને સંગઠીત અપરાધ હિંસાને લઈને હંમેશા રાજનેતાઓ પર હુમલાની ઘટના બનતી રહે છે હત્યાનું હજુ સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું,
પોલીસે તપાસ હાથ ધરી છે. મિચોકોન મેકસીકોનું સૌથી હિંસાગ્રસ્ત રાજય માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી વિભિન્ન ગેંગ્સ અને ડ્રગ્સ તસ્કરો વચ્ચે ક્ષેત્રમાં દબદબો બનાવવા લડાઈ ચાલતી હોય છે

