New Delhi, તા.3
ભારતનાં રાજકીય નેતાઓના જંગી રોકાણો દેશવિદેશમાં થતા હોય છે પરંતુ ભાગ્યે જ તેના અંગે માહિતી જાહેર થતી હોય છે. પરંતુ આગામી સમયમાં તમે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એપ્લીકેશન પેરપ્લેકિસીટી મારફત તમે કયા નેતાએ કઈ કંપનીના શેરમાં કેટલું રોકાણ કર્યુ છે તે પણ જાણી શકશો.
આ અમેરિકન એપ્લીકેશન હાલ અમેરિકી રાજકીય નેતાઓની શેરબજારમાં ટ્રેડીંગ એકટીવીટી અને હોર્ડીંગ અંગે માહિતી માટે અમેરિકી જનતાને જે રીતે સેવા આપે છે તે હવે ભારતમાં ટુંક સમયમાં શરુ કરશે.
પેરપ્લેકસીટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસનના જણાવ્યા મુજબ ભારતીય રાજકીય નેતાઓનું મોટું રોકાણ શેરબજારમાં છે અને તે અલગ અલગ રીતે હોઈ શકે છે. એક પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું કે થોડા જ સપ્તાહમાં ભારતના લોકો અમારા એપ્લીકેશન મારફત આ પ્રકારના રોકાણ અંગે માહિતી મેળવી શકશે.
તેમણે કહ્યું કે જે રીતે અમેરિકી સંસદના અધ્યક્ષ નાનસિંહ પેલોસિંહ અને અન્યને શેરબજારમાં રોકાણ કરીને જે કમાણી કરી છે તે અમેરિકી લોકો સહેલાઈથી જાણી શકે છે. આ માટે ટ્રેડીંગ એકટીવીટી અને હોર્ડીંગ બંનેની માહિતી મેળવી શકાય છે.
જે માટે લીસ્ટેડ કંપનીઓ જે શેરબજારમાં હોય છે તેના મારફત તેના રોકાણકારોમાં પોલીટીશ્યન એટલે કે રાજકીય નેતાઓ તેવું સર્ચ કરતા જ તે નામ સામે આવી જશે તેમાં તેનું કેટલુ રોકાણ છે અને કેટલા સમયથી છે તે પણ માહિતી મળશે.
એટલું જ નહી સંસ્થાકીય સહિતના રોકાણો પણ જાણી શકાશે. અમેરિકામાં આ રીતે એપ્લીકેશન મારફત માહિતી મેળવી શકાય છે. બીજા તબકકામાં સીધા ચોકકસ રાજકીય નેતાઓના રોકાણ અંગે પણ સર્ચ કરી શકાય છે. ડેટા આધારિત આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની આ કમાલ છે. જો કે ભારતમાં તેને મંજુરી અપાશે કે કેમ તે પણ પ્રશ્ન છે.

