Atkot, તા.4
આટકોટમાં રિસામણે ગયેલી પત્નીને તેડવાં ગયેલા યુવક પર સાળાએ તલવાર વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત જીતુ ચૌહાણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ, જીતુભાઈ જીલુભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 28, રહે. આટકોટ ગામ, કૈલાશનગર, જિલ્લો રાજકોટ) ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતા ત્યારે સામેવાળા અશોકભાઈ તથા કિંજલબેનએ ઝઘડો કરી તલવાર વડે માર મારતા ઇજા થતા પ્રથમ જસદણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, જીતુણી પત્ની રિસામણે હતી. સમાધાન કરી તેને તેડવાં ગયો હતો. જ્યાં ઝઘડો થયો હતો અને બાદમાં હુમલો કર્યો હતો.

