Rajkot તા.4
શહેરમાં બીમારીથી 28 વર્ષના યુવક, 40 વર્ષના શ્રમિક સહિત ચાર લોકોનું બેભાન હાલતમાં મોત થયું હતું. જેની નોંધ સિવિલ હોસ્પિટલમાં થઈ હતી.
બનાવોમાં મનીષકુમાર વીરજીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 28, રહે.રવિદાસપરા શેરી નંબર ત્રણ, જે. કે. પ્રોવિઝન સ્ટોરની સામે) ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો.
ત્યારે ત્યારે બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. તેને નશાની ટેવ હતી જેથી બીમાર પડ્યો હતો. બીજા બનાવમાં પિન્ટુ બનારસ તાંતી (ઉંમર વર્ષ 40, રહે. આજીડેમ ચોકડી પાસે, આનંદ નગર શેરી – 3 ઓમ મોબાઈલની બાજુમાં મફતિયાપરાં રાજકોટ) આજે સવારે ઘરે લોહીની ઉલ્ટી થયા પછી બેભાન થઈ ગયો હતો. તેને સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયો હતો. તે મૂળ બિહારનો વતની હતો.
અન્ય એક બનાવમાં દીપકભાઈ દામજીભાઇ પરમાર (ઉંમર વર્ષ 53, રહે. ગિરનાર સોસાયટી, શેરી 2, મવડી પ્લોટ, બાલાજી હોલ પાસે) આજે સવારે 4 વાગ્યે પોતાના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડતા ડોકટરે મોત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.

