Mumbai,તા.04
સંદિપ રેડ્ડી વાંગા દ્વારા બનાવાઈ રહેલી પ્રભાસની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘સ્પિરિટ’નું શૂટિંગ હજુ શરુ થયું નથી. દરમિયાન હવે એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મમાં કેટલાક ન્યૂડ સીન હશે.
એક તેલુગુ કલાકારને ટાંકીને એવો દાવો કરાઈ રહ્યો છે કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ન્યૂડ સીન્સનો ઉલ્લેખ હોવાથી તે કારણોસર જ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. આ કલાકારે સંદિપ રેડ્ડી વાંગાને કહ્યું હતું કે પોતે આવા સીન માટે અસહજ છે. જોકે, મુખ્ય હિરો પ્રભાસ આ સીન માટે સંમત થયો છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે. કહેવાય છે કે પોલીસ પૂછપરછના એક સીન દરમિયાન હીરો માટે કેટલાક ન્યૂડ સીન લખાયા છે. અગાઉ રાજ કુમાર રાવ તથા જોન અબ્રાહમ પણ આ પ્રકારના ન્યૂડ સીન કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સંદિપ રેડ્ડી વાંગાની ‘કબીરસિંઘ’ તથા ‘એનિમલ’ બંને ફિલ્મો હિંસાના અતિરેક માટે વગોવાઈ હતી.

