Mumbai,તા.04
શાહિદ કપૂર, રશ્મિકા મંદાના તથા ક્રિતી સેનનની ફિલ્મ ‘કોકટેલ ટુ’નું શૂટિંગ આ મહિને દિલ્હીમાં થવાનું છે. હાલ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું હોવાથી તેને લગતા ઉપાયો કરવામાં ફિલ્મનાં શૂટિંગનો ખર્ચ વધી ગયો હોવાનું જાણવા મળે છે.
ફિલ્મ માટે આશરે દસ દિવસ સુધી આઉટડોર શૂટિંગ થવાનું છે. મોટાભાગે નિર્માતાઓ વહેલી સવારે જ શૂટિંગ શરુ કરવાનું ઈચ્છતા હોય છે પરંતુ દિલ્હીમાં સવારના કલાકો દરમિયાન જ મહત્તમ પ્રદૂષણ રહેતું હોવાથી સમગ્ર ક્રૂ તથા કલાકારોને પ્રદૂષણની માઠી અસર ન નડે તે માટે ખાસ પગલાં લેવાઈ રહ્યાં છે.

