Mumbai,તા.04
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ ‘આલ્ફા’ ચાર મહિના પાછી ઠેલાઈ છે. આ વર્ષે નાતાલ વખતે રીલિઝ થનારી ફિલ્મ હવે આવતાં વર્ષે ૧૭મી એપ્રિલે રીલીઝ થશે. ફિલ્મ નિર્માતા યશરાજ ફિલ્મસ દ્વારા સત્તાવાર રીતે એવું કારણ અપાયું છે કે વીએફએક્સનું કામ હજુ ઘણું બાકી હોવાથી શિડયૂલ બદલાયું છે. પરંતુ, ફિલ્મી વર્તુળોમાં ચર્ચા અનુસાર યશરાજની ફિલ્મ ‘વોર ટુ’નાં ટિકિટબારી પર ચીથરાં ઉડી ગયાં હતાં. ‘આલ્ફા’ પણ સ્પાય યુનિવર્સની વાર્તા હોવાથી તેના પણ એવા ખરાબ હાલ ન થાય તે માટે ફિલ્મમાં છેલ્લી ઘડીએ કેટલાય ફેરફારો કરવામાં આવ્યા છે. તેના કારણે ફિલ્મનું કામ વિલંબમાં પડયું છે.
ફિલ્મમાં હૃતિક રોશનનો તેનાં ‘વોર’નાં પાત્રનો કેમિયો હતો પરંતુ હવે તેને બદલે શાહરુખના ‘પઠાણ’નાં પાત્રનો કેમિયો નક્કી કરાયો હોવાની ચર્ચા પણ એક તબક્કે ચાલી હતી.

