Indonesia તા.5
ઇન્ડોનિશિયાના સુલાવેસી દરિયા કાંઠે બુધવારે વહેલી સવારે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્ડોનિશિયાના સુલાવેસી તટ પર બુધવારે વહેલી સવારે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, આ ભૂકંપની કોઈ સુનામીનું જોખમ નથી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસી ટાપુના કિનારે સમુદ્રમાં હતું અને તેની ઊંડાઈ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. જોકે, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો હળવો અનુભવાયો હતો, પરંતુ કોઈ મોટું નુકસાન કે જાનમાલનું નુકસાન થયું નથી. તેથી તંત્ર દ્વારા સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે.
એજન્સીએ અધિકારીઓને કહ્યું કે, તે ભૂકંપના કેન્દ્ર અને તેના પ્રભાવ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનની પુષ્ટિ થઈ નથી.

