New Delhi,તા.5
દેશના 12 રાજયોમાં એસઆઈઆરની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. બુથ સ્તરીય અધિકારીઓએ મતદાતાઓના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલ સવાલ અને તેના જવાબ અહીં અપાયા છે.
► એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન શું થશે
બૂથ લેવલ ઓફીસર (બીએલઓ) મતદારના ઘેર જઈને તેમની વિગતની ચકાસણી કરશે અને ગણતરી ફોર્મ આપશે. નવા પાત્ર મતદારો (જેમ કે 18 વર્ષની વય પૂરી કરનાર)નું નામ યાદીમાં જોડવામાં આવશે.
મૃત અથવા કાયમી રીતે સ્થળાંતરિત થઈ ચૂકેલા મતદારોના નામ હટાવવામાં આવશે. હાલના મતદારોનું વિવરણ (જેમ કે સરનામુ, ફોટો, અન્ય જાણકારી)ને સુધારવામાં આવશે.
► મતદારોએ બીએલઓને કઈ કઈ વિગત આપવી પડશે
જન્મ તારીખ, આધાર નંબર (વૈકલ્પીક) મોબાઈલ નંબર, પિતા અથવા ગાર્ડિયનનું નામ, જો ઉપલબ્ધ હોય તો પિતા અથવા વાલીના એપિક નંબર પણ આપી શકાય છે માતાનું નામ અને એપિક નંબર, પત્નીનું નામ અને બાળકોના એપિક નંબર.
► ફોર્મ કોને જમા કરાવવું જોઈએ
ફોર્મ ભર્યા બાદ સંબંધિત બીએલઓ લઈ લેશે. ઘર ઘર જઈને આ મહિના સુધી ચાલનારી પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને 9 ડીસેમ્બરે મુસતા (ડ્રાફટ) નામાવલીઓ પ્રકાશિત કરવામાં આવશે.
► ઓનલાઈન પણ ભરી શકાશે ગણતરી ફોર્મ
હા, જો મતદાર કે તેના પરિવારનો કોઈ સભ્ય બીએલઓને મળવા ઘેર હાજર નથી તો ગણતરી ફોર્મ ઓનલાઈન પણ ભરી શકે છે. તે આયોગની વેબસાઈટ પરથી મળી શકશે.
► એસઆઈઆરથી નાગરિકતાની સ્થિતિને કેવી અસર થશે
એસઆઈઆર પ્રક્રિયા આ દેશના એક કાયદેસર મતદાર તરીકે પાત્રતાનો પતો લગાવવા માટે આયોજીત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચને કોઈ દેશવાસીની નાગરિકતા નિર્ધારિત કરવાનો કોઈ અધિકાર નથી.
► પરિવારના કોઈ અન્ય સભ્ય પણ કરી શકે છે હસ્તાક્ષર
હા, પરિવારનો કોઈપણ સભ્ય ગેરહાજર સભ્યોનું ગણતરી ફોર્મ ભરી શકે છે, અલબત તેની પાસે માગવામાં આવેલ જાણકારી આપવા માટે બધા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. પરિવારના અસભ્ય સભ્ય તરફથી ફોર્મ ભરનાર સભ્યે ફોર્મ પર હસ્તાક્ષણ કરવા પડશે, જેથી તેનું પ્રમાણ રહી શકે.
► શું તરત નામ ડિલીટ કરવામાં આવશે
કોઈપણ મતદાતાનું તત્કાલ નામ ડીલીટ નહી કરવામાં આવે. વેરિફિકેશન અને ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ બાદ જ નામ હટાવવામાં આવશે.

