Rajkot , તા.5
શહેરના કોઠારીયા વિસ્તારમાં સ્વાતિ પાર્ક પાસે આવેલ ગણેશનગર શેરી નં-03માં રહેતા મુકેશભાઈ દેવાભાઈ ખાડા (ઉંમર વર્ષ 42)એ ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. આપઘાતના કારણ અંગે પરિવારજનોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મુકેશભાઈને ડાયાબિટીસની હતી. તેઓ 3 ભાઈમાં વચેટ હતા. તેમને સંતાનમાં 1 પુત્ર છે. બીમારીથી કંટાળી પગલું ભર્યું હતું.

