Mumbai,તા.05
સલમાન ખાને જીવનમાં સતત મહેનત કરવાનાં મહત્વ વિશે વાત કરી છે. તેણે પોતાની શર્ટલેસ તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે જેમાં તે પોતાની ફિટનેસ બતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરતાં તેણે લખ્યું, ‘કંઈક હાંસલ કરવા માટે તમારે કંઈક છોડવું પડશે. પરંતુ આ વગર છોડે છે.
આ રીતે તેણે પોતાનાં ચાહકોને ફિટનેસ માટે સતત મહેનત કરવાનું મહત્ત્વ જણાવી દીધું છે. આ તસવીરો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાને પોતાનાં જિમ સેશન બાદ આ તસવીરો લીધી છે.
આવતાં મહિને ડિસેમ્બરમાં પોતાનો 60મો જન્મદિવસ ઉજવનાર સલમાન પોતાની ફિટનેસ માટે હંમેશાં યુવા કલાકારોમાં પ્રેરણારૂપ રહ્યાં છે. વણ ધવને પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે,`ભાઈ ભાઈ ભાઈ’.
સિકંદરની રીલીઝ બાદ સલમાનની ફિટનેસ પર સવાલો ઉઠ્યાં હતાં. પરંતુ હવે તેણે પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધાં છે. સલમાનની આ પોસ્ટ પર તેની ફિલ્મ બેટલ ઓફ ગલવાનના દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. સલમાનના વખાણ કરતાં અપૂર્વએ લખ્યું હતું કે, `સ્પષ્ટ કહું તો તેને જરા પણ પરવા નથી.’

