Mumbai,તા.05
બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા ઘણીવાર તેમનાં સંબંધો અને એકબીજા પર કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે હેડલાઇન્સમા રહે છે.
તાજેતરમાં જ ગોવિંદાની પત્નીએ તેનાં લાખો રૂપિયાનાં ખર્ચ અને તે જે પંડિતની સલાહ લે છે તેનાં વિશે ટિપ્પણી કરી હતી.
અભિનેતાએ તેની પત્નીની ટિપ્પણી માટે જાહેરમાં માફી માંગી છે. તેમણે સુનિતાની ટિપ્પણીને અપમાનજનક ગણાવી હતી.
ગોવિંદાએ માફી માંગી
4 નવેમ્બરના રોજ ગોવિંદાએ એક લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો દ્વારા જાહેરમાં માફી માંગી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષોથી પંડિત મુકેશ શુક્લાની સલાહ લઈ રહ્યાં છે અને તેમનું ખૂબ સન્માન કરે છે.
તેમણે પંડિત મુકેશ શુક્લાના પિતા વિશે પણ વાત કરી હતી, જેઓ વર્ષોથી તેમનાં પરિવારના પંડિત છે. ગોવિંદાએ કહ્યું કે, મારી પત્નીએ પોડકાસ્ટ પર પંડિત મુકેશ શુક્લા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને હું તેની નિંદા કરું છું. અને નિષ્ઠાપૂર્વક માફી માંગું છું.”
ગોવિંદાએ કહ્યું, “હું તમને બધાને કહેવા માંગુ છું કે મારા પરિવારનાં પંડિતજી, આદરણીય પ્રમુખ શુક્લાજી ખૂબ જ સક્ષમ, અધિકૃત, ખૂબ જ સદ્ગુણી અને યજ્ઞ પદ્ધતિના ઉપયોગને સમજે છે. આપના પિતા આદરણીય જટાધારી જી સાથે અમારો પરિવાર હંમેશાં જોડાયેલો હતો. તમારી હું મારા પત્નીએ કહેલા અપમાનજનક શબ્દો માટે હું માફી માંગું છું.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે સાથે મળીને ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયાં છીએ. એક સમયે તમે દેશભરનાં સારા નેતાઓ સાથે જોડાયેલા પણ હતા, મારી સાથે પણ જોડાયેલાં હતાં, પરંતુ અમે તે મુશ્કેલ સમયમાંથી બહાર આવવામા સફળ રહ્યાં હતાં. બ્રાહ્મણ વર્ગ અને તમારા અને તમારા પરિવારને હંમેશાં અમારી સાથે રહેવા બદલ આભાર.”
સુનિતા આહુજાએ આ ટિપ્પણી કરી હતી
સુનિતા આહુજા તાજેતરમાં જ બિગ બોસ 13 ફેમ પારસ છાબરાના પોડકાસ્ટ પર જોવા મળી હતી. જ્યારે પારસે કહ્યું કે, કેટલાક પંડિતોના ઇરાદા હંમેશાં સાચા નથી હોતા, ત્યારે સુનિતાએ તરત જ કહ્યું, “અમારા ઘરમાં પણ એક છે, ગોવિંદાના પંડિત (પૂજારી). તે જ વસ્તુ છે. તે પૂજા કરે છે, 2 લાખ રૂપિયા લે છે. હું તેને કહું છું કે પોતાના માટે પ્રાર્થના કરો, તેની પૂજા કોઈ કામની નથી. ઈશ્વર એ જ પ્રાર્થના સ્વીકારશે જે તમે પોતે કરે. હું આ બધામાં માનતી નથી. હું દાન કરું છું કે કોઈ સારું કામ કંરું છું, તો પણ મારા કર્મ માટે હું મારા હાથે કંરું છું. જે ડરે છે તેને આ ડરાવે છે.
સુનિતા આટલેથી અટકી નહીં. તેણે વધુમાં કહ્યું કે “તેઓ જ્યાં બેસે છે તે વર્તુળમાં, મૂર્ખ લેખકો છે, જે ઓછા લેખકો અને વધુ મૂર્ખ છે. તેઓ તેને મૂર્ખ બનાવે છે અને તેને સલાહ આપે છે. તેને સારા લોકો મળતાં નથી, અને તે મને પસંદ નથી કરતા કારણ કે હું સત્ય બોલું છું,” તેણે કહ્યું. તેમને બે બાળકો છે, પુત્ર યશવર્ધન અને પુત્રી ટીના આહુજા. આ કપલ ઘણીવાર છૂટાછેડાની અફવાઓનો શિકાર બનતાં રહે છે. જો કે, દર વખતે તે તેને નકારી કાઢે છે.

