મહાદેવ ભારતી બાપુ હેમખેમ મળી આવતા આશ્રમ અને સમગ્ર સંત સમાજમાં રાહતની લાગણી ફેલાઈ છે
Junagadh, તા.૫
ગિરનારની તળેટીમાં આવેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના મામલાનો આખરે સુખદ અંત આવ્યો છે.
લાંબા સમયની શોધખોળ કર્યા બાદ મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે. મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાંથી મળી વ્યા છે. બાપુને પ્રાથમિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુમ થયા બાદ બાપુની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સ્યૂસાઈટ નોટ લખ્યા બાદ મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા.
મહાદેવ ભારતી બાપુ ગુમ થતાં ભવનાથ પોલીસ દ્વારા ગિરનારના જંગલમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સર્ચ ઓપરેશનમાં મોટો કાફલો જોડાયો હતો. જૂનાગઢની ૮ ટીમો દ્વારા જંગલમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી.
કુલ ૩૦૦થી વધુ કર્મચારીઓઆ અભિયાનમાં જોડાયા હતા. જેમાં ૨૪૦થી વધારે પોલીસ સ્ટાફ, ૩૦થી વધારે વન કર્મચારીઓ, ૪૦થી વધારે જવાનો દ્વારા જટાશંકર વિસ્તાર પાસેથી આ વિશાળ સર્ચ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. સર્ચ ટીમો વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે તમામ ટીમો પાસે વોકીટોકી રાખવામાં આવી હતી.

