Mumbai,તા.07
બોલીવૂડના એક સિનિયર એક્ટરે બે સંતાનોના પિતા બન્યા પછી પણ પોતાનાથી નાની વયની એકથી વધુ હિરોઈનો સાથે સંબંધ રાખ્યા છે તથા બોલીવૂડની એક જાણીતી એકટ્રેસ એસ્કોર્ટ તરીકે પણ કામ કરે છે તેવા ઘટસ્ફોટ એક પ્રાઈવેટ ડિટેક્ટિવ તાન્યા પુરી દ્વારા કરવામાં આવ્યા છે. આ બાદ લોકો આ એક્ટર કે એકટ્રેસ કોણ હોઈ શકે તે અંગે અટકળો વ્યક્ત કરી રહ્યા છે.
તાન્યાના જણાવ્યા અનુસાર આ સિનિયર એક્ટરે ૨૦૦૦નાં વર્ષની આસપાસ લગ્ન કર્યાં હતાં. તેની પત્ની સુશિક્ષિત છે અને તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેનાં બે સંતાનો પણ છે. આ એક્ટરે એકથી વધુ વાર પોતાનાથી નાની વયની હિરોઈનો સાથે સંબંધ રાખી પત્નીને દગો આપ્યો હતો. જોકે, શારીરિક બેવફાઈ કરતાં ભાવનાત્મક સંબંધોને વધુ મહત્વ આપતી પત્નીએ એક્ટર પતિ સાથે છેડો ફાડયો ન હતો. સંતાનોને પણ પિતાનાં અફેર્સ વિશે બધી જાણ હતી. તેના જણાવ્યા અનુસાર પત્નીએ પોતાના મેનેજર સાથે મારફતે તાન્યાને તેના પતિની જાસૂસી કરવા જણાવ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં આ કપલ પાવર કપલ તરીકે ઓળખાય છે.

