Amreli,તા.૮
અમરેલી જિલ્લામાં ભાજપને આજે મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સાવરકુંડલાના પ્રખ્યાત નેતા અને ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ છઁસ્ઝ્રના ડાયરેક્ટર ચેતન માલાણીએ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું છે. ચેતન માલાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું ૧૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મશ્કરી સમાન છે અને તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન નથી લાવી શકતું.
રાજીનામાની જાહેરાત દરમિયાન ચેતન માલાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકતી નથી. આ ૧૦ હજાર કરોડનું પેકેજ દેખાવ પૂરતું છે. એક વિઘા જમીન પર ખેડૂતોનો સરેરાશ ખર્ચ ૧૫ હજાર રૂપિયાથી ઓછો નથી, તો પછી આ પેકેજ કેવી રીતે પૂરતું ગણાય? તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને પાકની સાચી કિંમત, વીમા, અને સિંચાઇ જેવી મૂળભૂત જરૂરિયાતોમાં સહાયની જરૂર છે, નહી કે કાગળ પરના આંકડાઓની.
ચેતન માલાણી માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ ખેડૂત હિતના મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ધરાવતા નેતા તરીકે પણ જાણીતા છે. સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી તરીકે તેમનું કાર્યકાળ નોંધપાત્ર રહ્યું છે. સાથે જ તેઓ એપીએમસીના ડાયરેક્ટર તરીકે પણ ખેડૂતો સાથે જોડાયેલા અનેક પ્રશ્નોમાં સક્રિય રહ્યા છે. પાર્ટી છોડ્યા બાદ પણ ચેતન માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેમની લડત હવે પણ ખેડૂતોના હિત માટે જ રહેશે. તેમણે જણાવ્યું કે, મારું ધ્યેય કોઈ રાજકીય પદ નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવાનો છે. સરકારને ખેતરની વાસ્તવિક સ્થિતિ સમજવી પડશે.
કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ છે. પિયત અને બિનપિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી છે.

