Gandhinagar,તા.૮
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે. ગુજરાતમાંથી પાકિસ્તાન કનેક્શન ધરાવતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાંથી પાકિસ્તાનના એકાઉન્ટમાં ૧૦ કરોડ ટ્રાન્સફર થયા હતા. અત્યાર સુધી ૨૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો પર્દાફાશ થયો હતો. સાયબર ક્રાઈમની ૧૦૦ મ્યુલ એકાઉન્ટ તપાસમાં વિગત સામે આવી ચુકી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને સમગ્ર મામલે માહિતી આપી હતી.
૩૮૬ સાયબર ક્રાઈમની ફરિયાદોમાં ગુજરાતના ૧૦૦ ખાતાનો ઉપયોગ થયો હતો. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલાના ખાતાનો ઉપયોગ થયો હતો. સમગ્ર મામલે ટીમ તપાસ કરી રહી છે. સાયબર ક્રાઈમમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી હતી. પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિંડિકેટમાં મળી મોટી સફળતા મળી છે. પાકિસ્તાનના અકાઉન્ટમાં ૧૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અત્યાર સુધી પાકિસ્તાનના આ એકાઉન્ટમાં રૂપિયા ૨૫ કરોડ ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે. સાયબર ક્રાઈમના ૧૦૦ જેટલા મ્યુલ અકાઉન્ટની તપાસમાં વિગતો બહાર આવી છે.
સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ કરીને માહિતી આપી હતી. ૩૮૬ સાયબર ક્રાઈમની ફરિયાદોમાં ગુજરાતના ૧૦૦ ખાતાનો ઉપયોગ થયો હતો. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલાના ખાતાઓનો ઉપયોગ થયો હતો. હાલ તો હર્ષ સંઘવીએ સમગ્ર મામલે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે આ અંગે વધારે તપાસમાં બીજા અનેક ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.

