New Delhi, તા.૨૪
ગુજરાત પોલીસમાં જોડાઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી ૩,૦૦૦ જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. ગૃહ વિભાગે વધારાની જગ્યાઓ મંજૂર કરતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ ૧૨,૭૫૨ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરની ૨૪૧ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરાઈ છે. આમ, ગુજરાત પોલીસમાં બંને કેડર મળીને કુલ ૧૨,૯૯૩ જગ્યાઓ ભરવામાં આવશે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરી હતી. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં ૨૩ નવેમ્બરે સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/૨૦૨૬૨૭/૪ મુજબ PSI કેડરની કુલ ૨૪૧ જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે.લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો કરાયા બાદ અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવી છે. ભરતીને લગતી અરજી પ્રક્રિયા, આગળની સૂચનાઓ અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તથા OJAS ની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી પડશે.

