New Delhi,તા.૨૪
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પાકિસ્તાનના ઐતિહાસિક શહેર લાહોરને ૨૦૨૬-૨૭ માટે તેની પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કર્યા પછી પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં જીર્ઝ્રં સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમમાં હાજરી આપનાર પાકિસ્તાની વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ફરહત આયેશાએ જણાવ્યું હતું કે આવતા વર્ષે લાહોરમાં અનેક સાંસ્કૃતિક અને પર્યટન સંબંધિત કાર્યક્રમો યોજાશે. તેમણે વિશ્વભરના લોકોને લાહોરની મુલાકાત લેવા અને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
સુત્રો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં જીર્ઝ્રંના ડેપ્યુટી નેશનલ કોઓર્ડિનેટર ફરહત આયેશાએ ભારત દ્વારા આયોજિત જીર્ઝ્રં સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમના સમાપન સમારોહમાં આ જાહેરાત કરી હતી. ત્રણ દિવસીય પરિષદ દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લા સંકુલમાં યોજાઈ હતી. આયેશા પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર મુસાદિક મલિકના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળનો ભાગ હતી. મંત્રીની પત્ની તેમની સાથે ભારત આવી હતી.ફરહત આયેશાએ સમજાવ્યું કે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હતી. આ પરિષદને અત્યંત વ્યસ્ત ગણાવતા, તેમણે કહ્યું કે તેમની પાસે પુરાણ કિલ્લાને વિગતવાર જોવાનો પણ સમય નથી.
તેમણે કહ્યું કે તેઓ દિલ્હીને વધુ નજીકથી જોવા અને સમજવા માંગે છે. આયેશાએ એમ પણ કહ્યું કે દિલ્હી પહોંચ્યા પછી, તેમને એવું લાગ્યું નહીં કે તેઓ કોઈ વિદેશી દેશમાં છે. તેમણે દિલ્હી અને લાહોર વચ્ચેની સાંસ્કૃતિક સમાનતાઓનો પણ ઉલ્લેખ કર્યો.
આયેશાએ સમજાવ્યું કે ૧ સપ્ટેમ્બરના રોજ,એસસીઓએ લાહોરને ૨૦૨૬-૨૭ માટે પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી. તેમણે કહ્યું, “આગામી વર્ષે લાહોરમાં અસંખ્ય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો લાહોરને પ્રવાસન સ્થળ તરીકે પણ પ્રોત્સાહન આપશે. અમે લોકોને લાહોર આવવા અને તેના ઇતિહાસ અને વારસાનો આનંદ માણવા આમંત્રણ આપીએ છીએ.”
લાહોરને પાકિસ્તાનનું સાંસ્કૃતિક હૃદય માનવામાં આવે છે. આ શહેર તેના ઐતિહાસિક સ્મારકો, બગીચાઓ, સંગ્રહાલયો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રખ્યાત છે.લાહોરનો કિલ્લો, બાદશાહી મસ્જિદ, શાલીમાર ગાર્ડન, લાહોર મ્યુઝિયમ અને સરકારી કોલેજ યુનિવર્સિટી જેવા ઐતિહાસિક સ્થળો અહીં સ્થિત છે. જૂના શહેરના હવેલીઓ અને શેરીઓ હજુ પણ અવિભાજિત ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.
આયેશાએ કહ્યું કે પાકિસ્તાન આવતા વર્ષે એસસીઓ સંબંધિત ઘણી બેઠકોનું પણ આયોજન કરશે. આમાં સભ્ય દેશોના સંસ્કૃતિ મંત્રીઓની બેઠકનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે કાર્યક્રમોની તારીખો નક્કી થયા પછી સંબંધિત દેશોને ઔપચારિક આમંત્રણો મોકલવામાં આવશે.
’ડોન’ અખબાર અનુસાર, ૨૦૨૨ થી એસસીઓ સભ્ય દેશોમાં સાંસ્કૃતિક રાજધાનીનો દરજ્જો વાર્ષિક ધોરણે બદલાઈ રહ્યો છે. અગાઉ, ભારતમાં વારાણસી (૨૦૨૨-૨૩), કઝાકિસ્તાનમાં અલ્માટી (૨૦૨૩-૨૪), ચીનમાં કિંગદાઓ (૨૦૨૪-૨૫) અને કિર્ગિસ્તાનમાં ચોલપોન-આતા (૨૦૨૫-૨૬) ને આ સન્માન મળ્યું છે એસસીઓની સ્થાપના ૨૦૦૧ માં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન ૨૦૧૭ માં કાયમી સભ્ય બન્યા, જ્યારે ઈરાન ૨૦૨૩ માં સંગઠનમાં જોડાયા.

