Riyadh, તા.25
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં એક માર્ગ દુર્ઘટનામાં અનેક ભારતીયો સહિત 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માત એક બસ અને ટ્રક વચ્ચે રાસ અલ-ખૈમાહમાં થયો હતો. 41 મુસાફરોને લઈ જતી એક બસ માર્ગ પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં 11 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા અને અન્ય 14ને ઈજાગ્રસ્ત હાલતમાં ખસેડાયા જયાં વધુ બે લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. હજું અનેક ગંભીર હાલતમાં છે તથા મૃત્યુ આંક ઉંચો થઈ શકે છે.
રીયાધ ખાતેના ભારતીય દૂતાવાસ કચેરીએ સ્વીકાર્યુ કે અનેક ભારતીયો પણ આ અકસ્માતનો શિકાર બન્યા છે. તેઓની ઓળખ મેળવવાની કવાયત ચાલુ છે તથા તેમના પરિવારને જાણ કરાશે. માટે એક ટોલ-ફ્રી નંબર 800-46342 જારી કરાયા છે. હાલમાં યુએઈમાં માર્ગ અકસ્માત વધી ગયા છે. અહી 13 નવેમ્બરે એક સાથે 23 ગાડીઓ આપસમાં ટકરાઈ હતી.

