New Delhi, તા.25
દેશમાં મોંઘવારી તથા જે નાણાકીય અસ્થિરતાની સ્થિતિ છે તે હવે ધીમે ધીમે અસર દેખાડવા લાગી છે. ખાસ કરીને ગ્રામીણ સહિતના અર્થતંત્ર ધીમા પડયા છે તેમાં હવે લોકો ક્રેડીટ કાર્ડનો ઉપયોગ વધારી રહ્યા છે. જે નાણાકીય તનાવની નિશાની છે અને પ્રથમ વખત બેન્કોના એટીએમમાંથી રોકડ ઉપાડ કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધી ગયો છે.
ઓકટોબર 2026માં એટીએમમાંથી રૂા.2.6 લાખ કરોડ રૂપિયા ઉપાડયા તેની સામે ક્રેડીટ કાર્ડ ખર્ચ રૂા.2.4 લાખ કરોડ થયો છે. વાસ્તવમાં નવે. 2019માં ગણીએ તો ક્રેડીટ કાર્ડ ખર્ચ કરતા એટીએમ ઉપાડ પાંચ ગણો નોંધાયો હતો.
કોવિડ સમયે તે વધ્યો હતો પણ હવે ઓકટોમ્બર 2026થી ટ્રેન્ડ બદલાયા છે અને કુલ ક્રેડીટકાર્ડ ખર્ચની સરખામણીમાં એટીએમ વિથડ્રો 61.5% જ રહ્યું છે. એટીએમના 4229 લાખ વ્યવહારો થયા તો એટીએમના 6833 લાખ વ્યવહારો થયા છે.
બેન્કીંગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ એક એવો ટ્રેન્ડ છે કે લોકો તબકકાવાર હવે બચતના બદલે ધિરાણ પર વધી રહ્યા છે અને તે એક નેગેટીવ ઈફેકટ છે.

