New Delhi, તા.25
દેશની ત્રણ મુખ્ય વાહન નિર્માતા કંપનીઓએ પોતાની પસંદગીનાં કાર મોડેલ અને તેના વર્ઝનના ભાવો વધારવાની જાહેરાત કરી છે તેમાં હુંડૈ મોટર ઈન્ડીયા, ટાટા મોટર્સ અને ઔડી ઈન્ડિયા સામેલ છે.
હુંડૈ મોટર ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 1 ડીસેમ્બરથી અલગ અલગ મોડેલનાં હિસાબથી કિંમતોમાં વધારો કરશે. જે વધુમા વધુ 8000 રૂપિયા સુધીની હશે. કંપનીના અનુસાર કાચા માલના ખર્ચમાં ભારે વધારાના કારણે આ નિર્ણય લેવો પડયો છે.
જયારે ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ્સ લિમિટેડ (ટીમપીવી)એ કાર અને સ્પોર્ટસ યુટીલીટી વ્હીકલ (એસયુવી) માં બધા મોડેલ અને વર્ઝનોની કિંમતોમાં 1 ડીસેમ્બર 2026 થી સરેરાશ 0.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. તેમાં પેટ્રો-ડીઝલથી ચાલતા (આઈસીઈ) વાહન અને ઈલેકટ્રીક વાહન (ઈવી) બન્ને સામેલ છે.
ઓડી ઈન્ડિયા બે ટકા સુધી વધારો કરશે
જર્મનીની લકઝરી કાર નિર્માતા ઔડીએ મંગળવારે કહ્યું હતું કે, તે વધતા ખર્ચની અસરને ઓછી કરવા માટે 1 જાન્યુઆરી 2027 થી ભારતમાં પોતાના મોડેલોની કિંમતોમાં બે ટકા સુધીનો વધારો કરશે આ સંશોધન બધા મોડેલો પર લાગુ થશે.

