Brazil , તા.10
બ્રાઝિલના અમેઝોન જંગલ પાસે આજથી કોપ-30 જલવાયું સંમેલન ચાલુ થઈ રહ્યું છે. દરમ્યાન જાહેર થયેલ સ્ટેટ ઓફ ધી ક્રાયોસ્ફીયર 2025 રિપોર્ટ દુનિયાને ચેતવણી આપી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે જમીન પર આ સંમેલન થઈ રહ્યું છે.આવનારી સદીઓમાં આ વિસ્તાર સમુદ્રનો કિનારો બની શકે છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે કોપ-30 હવે ક સંમેલન નહિં, બલકે ધરતીનાં ઠંડા શ્વાસોનો છેલ્લો પોકાર છે.
તેમણે બધા દેશોને અપીલ કરી છે કે, તેઓ સચ્ચાઈને સ્વીકારે અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઝડપી ગાઢ અને ટકાઉ રીતે ઘટાડવાનો સંકલ્પ લે. એમ્બિશન ઓન મેલ્ટીંગ આઈસ (એએમઆઈ)ના વૈજ્ઞાનિક ડો.કિર્બમે કહ્યું છે.જો આપણે હજૂ પણ ગુમાવ્યો તો કેટલાક વર્ષોમાં નહીં કેટલાંક દાયકામાં જ ધરતીનો નકશો બદલાઈ જશે.
કલ્પના કરો, એક દિવસ ધરતી પરના તમામ હિમાલય અને ગ્લેશિયરની બરફ એકસાથે પીઘળી જાય તો! આવા વિચાર માત્રથી લોકોના રૂવાંડા ઊભા થઈ જાય. જ્યારે પણ વિશ્વના તમામ બરફિલા પહાડોનો બરફ ઓગળે ત્યારે સમુદ્રની સપાટી લગભગ 70 મીટર ઊંચી આવી જાય છે.
પણ શું તમે વિચાર કર્યો છે, કે આવું થાય તો ભારતના ક્યા રાજ્યો પહેલા પાણીમાં ગરકાવ થાય? વૈજ્ઞાનિકો પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનેં સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે ભારતના અનેક રાજ્યોની સાથે દુનિયા પર પણ મોટું સંકટ લાવી શકે છે. કઈ રીતે તો જાણીએ વૈજ્ઞાનિક કારણ.
સમુદ્રનું સ્તર 70 મીટર ઊંચું થશે
જો ધરતી પરનો તમામ બરફ ઓગળી જશે સમુદ્રનું પાણી 230 ફૂટ એટલે કે 70 મીટર ઉપર આવી જશે. આ ફેરફારથી માત્ર કાંઠાના વિસ્તારો નહીં, પણ આખી માનવ સભ્યતા બદલાઈ જશે. ઘણા વૈજ્ઞાનિકો એવું અનુમાન લગાડી રહ્યા છે કે આ પ્રક્રિયામાં સદીઓ લાગશે, પણ હાલની જળવાયુ પરિવર્તનની ઝડપથી આ જોખમ હવે નજીક આવી ગયું છે.
ભારતના આ રાજ્યો પહેલાં ડૂબશે?
જો આવી કુદરતી આફત આપણા પર આવે તો ભારતના કિનારાના વિસ્તારોનો નકશો પહેલા બદલાવાની શક્યતાઓ રહે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠા પાણીમાં વિલીન થઈ જશે. કોલકાતા, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, કોચી અને કટક જેવા મોટા શહેરો પણ સંપૂર્ણપણે ડૂબશે. ગુજરાતનો કચ્છ વિસ્તાર, જે પહેલેથી જ સમુદ્ર નજીક છે, તો તો સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.
દુનિયાનો નકશો કેવો બદલાશે?
ન્યૂયોર્ક, ફ્લોરિડા, એમ્સ્ટરડમ, સાન ફ્રાન્સિસ્કો અને શાંઘાઈ જેવા વિશ્વના સૌથી મોટા દરિયાઈ કિનારા નજીકના શહેરો પણ પાણીમાં ડૂબલાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જો આવી કોઈ હોનારત આવે તો માલદીવ, ફિજી, શ્રીલંકા જેવા નાના ટાપુઓનું અસ્તિત્વ જ ખતમ! કોરલ રીફનો પણ સફાયો થશે. માછલીઓ અને સમુદ્રી જીવોની પ્રજાતિઓ ખતમ થશે, જેથી ખોરાક શૃંખલા રણ બગડી જશે.
આફતના પરિણામો કેટલા ભયાનક?
બરફ ઓગળવાથી તાપમાનમાં વધારો થશે. દુષ્કાળ, તોફાન અને ગરમી સંબંધિત આફતનું નિર્માણ થશે, જેનાથી કરોડો લોકો ઘર-જમીન ગુમાવશે. જળવાયુનું પલાયન શરૂ થશે અને દેશો વચ્ચે સંસાધનો માટે યુદ્ધ થશે છેડાય જશે. ભારત જેવા દેશોમાં આનાથી અર્થતંત્ર અને જીવનધોરણ બગડશે. જોકે જો આ પરિસ્થિતિનું નિર્માણ થયા પહેલા ડામી શકીએ છીએ. આપણે આજથી પર્યાવરણ બચાવવાનું કાર્ય શરૂ કરીએ.
સુકાઈ રહ્યું તહેરાનઃ ખાલી કરવું પડી શકે છે શહેર
તહેરાનઃ ઈરાનની રાજધાની તહેરાનની દુનિયાની સૌથી જુના શહેરમાં ગણતરી થાય છે.હાલ આ શહેર પોતાનાં ઈતિહાસનાં સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. લગભગ એક કરોડની વસ્તીવાળુ આ શહેર તરસનો સામનો કરી રહ્યું છે.
સરકારે ચેતવણી આપી છે કે જો નવેમ્બરનાં અંત સુધીમાં વરસાદ ન થયો તો પાણીનું રેશનીંગ કરવું પડી શકે છે અને ડીસેમ્બર સુધી દુકાળ ચાલુ રહ્યો તો રાજધાની ખાલી કરવી પડી શકે છે. પેરિસ સમજુતિનું લક્ષ્ય હતું કે ધરતીનું તાપમાન 2 ડીગ્રીથી વધુ ન વધે. પરંતુ જરૂરી ઘટાડો ન થયો, અનેક દેશોએ નવા ઉત્સર્જન લક્ષ્ય નકકી કરવામાં મોડૂ કરી નાખ્યું છે. યુરોપનું લક્ષ્ય આશાથી ઓછુ છે.
પૈસાઃ અમીર દેશોએ ગરીબ દેશોને મદદ કરવાની છે. જે તેઓ જલવાયું પરિવર્તનમાં નિવેડો લાવી શકે.અત્યાર સુધી આપવામાં આવેલા પૈસા ઘણા ઓછા છે. કોપ 29 માં નકકી 2035 સુધી દર વર્ષે આપવામાં આવતી રકમ ઘણી ઓછી છે.
જંગલઃ બાઝીલનું લક્ષ્ય છે કે એમેઝોન જેવા જંગલોનાં મહત્વ પર ધ્યાન આપવામાં આવે. સીઓપી 30 માં બ્રાઝીલ એવુ ફંડ ઉભુ કરશે જે એ દેશોને ઈનામ આપશે. જે પોતાના જંગલોને બચાવી રાખશે.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, યુરોપના આલ્પ્સ ઉતર અમેરિકામાં રોકી પર્વત અને આઈસલેન્ડ જેવા વિસ્તારોનો અડધો બરફ માત્ર એક ડીગ્રી તાપમાન વધવાથી પિગળી જશે.આર્કટીક અને એન્ટાર્કટિક બન્ને ધ્રુવો પર ફેબ્રુઆરી 2025 માં સૌથી ઓછુ બરફ ક્ષેત્ર નોંધાય છે. સમુદ્ર જળ એટલુ અમ્લીય (એસિટીક) થઈ ગયુ છે કે અનેક સમુદ્રી જીવ હવે જીવીત નથી રહી શકતા.
આઈસીઆઈસીઆઈનાં ડિરેકટર પંગ પિયર્સને કહ્યુ છે સૌથી સારી અને ખરાબ બાબત એ ચે કે આ તબાહી ટાળી શકાય છે. આપણી પાસે સ્વચ્છ ઉર્જા અને કાર્બન કેપ્ચર જેવી ટેકનિકો છે બસ તેને તરત લાગુ કરવી પડશે.

