New Delhi તા.10
ભારત અને સાઉદી અરબ વચ્ચે હજ 2026 માટે દ્વીપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર થયા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુએ જણાવ્યું હતું કે ભારતીય હજ કોટા 1,75,025 નકકી કરાયા છે.
સાથે સાથે કિરણ રિજજુએ જેહાદ અને તાઈફમાં હજ અને ઉમરા સાથે સંકળાયેલ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. રિજજુએ સોશિયલ મીડીયા પર જણાવ્યું હતું કે ભારત સાઉદી અરબ સંબંધોમાં મહત્વનું પગલું હજ 2026 માટે દ્વીપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કરાયા.
રિજજુ 7થી9 નવેમ્બર સાઉદી અરબની મુલાકાતે હતા, જયાં તેમણે સાઉદી અરબના હજ અને ઉમદા મંત્રી ડો. તૌફિક બીન ફાવજાન અલ-રાબિયાહ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બન્ને નેતાઓએ હજ સાથે સંકળાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

